ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામેથી બે બાઇક ચોરી થયાની અગાઉ પકડાયેલા ૩ શખ્સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના ઘૂટું ગામેથી બે બાઇક ચોરી થયાની અગાઉ પકડાયેલા ૩ શખ્સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ

મોરબી પંથકમાંથી બાઈક ચોરી કરનારા ત્રણ શખ્સોને અગાઉ થાન પોલીસે પકડયા હતા અને તેની પાસેથી મોરબીના અનેક ચોરાઉ બાઈક મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવેલા બાઇકની ફરિયાદો લઇને પોલીસ દ્વારા આરોપીઓ સામે વધુમાં વધુ ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા ત્રણ શખ્સોની સામે વધુ બે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીની અંદર રહેતા સહદેવસિંહ દોલુભા મોરી જાતે રાજપૂત (ઉંમર ૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગત તા ૨૩/૫/૨૧ નાં રોજ રાત્રીના કોઈ પણ સમયે તેઓના ઘર પાસે તેઓએ પોતાનું સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ૩૬ એચ ૪૨૯૭ પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરે છે જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હતી આવી જ રીતે ઘૂટું ગામે રહેતા શબ્બીરભાઈ અનવરભાઈ સેવાંગીયાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૫૫૩૧ ચોરી કરવામાં આવ્યું હતું જેની કિંમત પણ ૨૫ હજાર રૂપિયા છે આમ કુલ મળીને ઘૂટું ગામેથી ૫૦ હજાર રૂપિયાની કિંમતના બે બાઈકની ચોરી થઈ હતી જેની હવે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવસિંહ મોરીએ ફરિયાદ નોંધાવી છે અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા ગૌતમ ટપુભાઈ ડાભી, વિકાસ ભરતભાઈ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા સામે હાલમાં પોલીસે બાઇક ચોરીનો વધુ એક ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. 

લાલપર બાઇક ચોરી 

મોરબીના લાલપર ગામ પાસે આવેલ વર્ધમાન હોટલની પાછળના ભાગમાં હોટલના પાર્કિંગમાંથી બાઇક ચોરી થઇ હોવાની થોડા દિવસો પહેલા શરદભાઈ હરિલાલ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે  તેનો બાઇક નંબર જીજે ૧૦ સીજે ૫૫૬૪ તેમજ અન્ય બે બાઇક નંબર જીજે ૫ એસ.કે ૪૩૪૧ અને જીજે ૩ એલકે ૦૭૦૩ આ ત્રણ બાઇકની ચોરી કરવામાં આવે છે આમ કુલ ૬૦ હજાર રૂપિયાની કિંમતના ત્રણ બાઇકની ચોરી કરવામાં આવી હોય અગાઉ ચોરીમાં પકડાયેલા ગૌતમ ટપુભાઈ ડાભીવિકાસભાઈ ભરતભાઇ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા રહે, ત્રણેય થાન વાળાની સામે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં હાલમાં પોલીસે ગૌતમ ટપુભાઈ ડાભી અને વિકાસભાઈ ભરતભાઇ પનારા રહે, બંન્ને થાન વાળાની ધરપકડ કરેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે.






Latest News