મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક ભરતનગરના પાટીયા પાસે ૧૫૬ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ભચાઉનો એક શખ્સ પકડાયો


SHARE







મોરબી નજીક ભરતનગરના પાટીયા પાસે ૧૫૬ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ભચાઉનો એક શખ્સ પકડાયો

મોરબી માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામના પાટીયા પાસે પસાર થતી ઇનોવા કારને રોકીને પોલીસે ચેક કરતાં કારમાથી દારૂનો ૧૫૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કાર અને દારૂ સહિત ,૫૮,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને ભચાઉના એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની કારમાં ભીમાસરના શખ્સે દારૂ ભરી આપેલ હોવાથી તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે. 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જી.જેઠવા અને સ્ટાફ માળીયા મોરબી હાઇવે ઉપર ભરતનગર ગામના પાટીયા પાસે વોચમાં હતો ત્યારે હકીકતવાળી ટોયોટા કંપનીની ઇનોવા કાર ત્યાથી નીકળતા તેને રોકવા જતા કાર ચાલક પોતાની કાર લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં કારને આંતરી કારને ઉભી રખાવી કારમાં ચેક કરતાં વિદેશીદારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં મહેન્દ્રભાઇ મનજીભાઇ સાલાણી જાતે કોળી (ઉ.૨૩) રહે. ભચાઉલાયન્સનગર પાસેવાળાની મેકડોવેલ્સ નંબર -૦૧ સુપીરીયર વ્હિસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક ૧૫૬ બોટલો જેની કિંમત ૫૮,૫૦૦ તથા ટોયોટો કંપનીની ઇનોવા કાર નંબર જીજે ૫ સીજે ૭૪૪૮ જેની કિંમત ,૦૦,૦૦૦ આમ કુલ મળીને ,૫૮,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલા આરોપીને કારમાં દારૂ સુરેશભાઇ નથુભાઇ સાલાણી જાતે કોળી રહે. ભીમાસર (ભુટકીયા) તાલુકો રાપર વાળાએ ભરી આપેલ હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.






Latest News