મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : મતદાનનાં દિવસે મતદાન મથકની આસપાસનાં ૧૦૦ મીટરના વિસ્તારમાં અન અધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા ઉપર પ્રતિબંધ


SHARE







મોરબી : મતદાનનાં દિવસે મતદાન મથકની આસપાસનાં ૧૦૦ મીટરના વિસ્તારમાં અન અધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા ઉપર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭-૫ ના રોજ યોજાનાર છે.આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય,આદર્શ આચારસંહિતાનું પાલન થાય તથા મતદાન મથકોની આસપાસનાં વિસ્તારોમાં જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ  તા.૭-૫ ના રોજ મોરબી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ લોકસભાની ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા, મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા-લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


આ જાહેરમાનુ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી-કર્મચારીઓને સોંપવામાં આવી છે તે તમામ અધિકારીઓ-કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન-ધંધાના સ્થળે આવવા-જવા, ફરજ પરના પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં.હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.






Latest News