ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી એલીકીઝીર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજાયો


SHARE







મોરબી એલીકીઝીર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજાયો

 મોરબીમાં મેડિકલ અને પેરા મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજયો હતો જેમાં દીકરીઓને થતા ગાયનેક પ્રોબ્લેમ વિશે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે આ એક કુદરતી પ્રક્રિયા છે જેનો ડર રાખવો જોઇએ નહિં શરમ કે સંકોચ રાખવો જોઈએ નહીં,આ દિવસો દરમ્યાન ખુબજ સ્વચ્છતા જાળવી જોઈએ સેનેટરીપેડનો ઉપયોગ કેવી રીતે કરવો નિકાલ કેવી રીતે કરવો વગેરે વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતીસેમિનાર દરમ્યાન વિદ્યાર્થીનીઓને એક એક ચિઠ્ઠી આપી હતી અને વિદ્યાર્થીનીઓને પડતી સમસ્યાઓ વિશે તેમજ મોટા થઈને શું બનવું છે વગેરે વિશે લખવા જણાવ્યું હતુંતો વિદ્યાર્થીનીઓએ અવનવી સમસ્યાઓ લખી હતી કે "આવું છોકરીઓને કેમ થાય છેએના જવાબમાં એમબીબીએસની સ્ટુડન્ટે સ્ત્રીઓની શરીર રચના વિશે આકૃતિ દ્વારા સમજાવતા જણાવ્યું કે આ એક કુદરતી રચના છે,એક વિદ્યાર્થીનિએ આ સમય દરમ્યાન હાથ પગ દુઃખવાકળતર થવી વગેરે સમસ્યાઓ થાય છે એના જવાબમાં મેડિકલ સ્ટુડન્ટે કહ્યું કે રક્તસ્ત્રાવ થવાના કારણે અશક્તિ આવી જતી હોય છે એટલે આવી સમસ્યાઓ થતી હોય છે માટે આ પિરિયડમાં પોષણક્ષમ ખોરાક લેવો જોઈએ જેથી આ સમસ્યા નિવારી શકાય એક વિદ્યાર્થીનીએ પૂછ્યું કે પોલીસ બનવું હોય તો શું કરવું પડેએના જવાબમાં શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું કે પહેલા મસ્ત ખડતલ શરીર બનાવવું જોઈએ,જરૂરી અંતર સુધી દોડી શકવું જોઈએ શરીર મજબૂત અને કસાયેલું હોવું જોઈએપોલીસની પ્રાયોગિક પરીક્ષામાં પાસ થવું જોઈએ વગેરે વાતોની સાથે મેડિકલની તમામ ફેકલ્ટી એમબીબીએસએમએસ, એમડી. ડેન્ટલબીએએમએસબીએચએમએસફિઝ્યોનર્સિંગ વગેરે કોર્ષની માહિતી પૂરી પાડી હતી અંતમાં મેડિકલ સ્ટુડન્ટ તરફથી તમામ બાળાઓને સેનેટરી પેડ અર્પણ કરાયા હતા.






Latest News