મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સોની વેપારીએ મચ્છુ-૨ ડેમમાં બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના સોની વેપારીએ મચ્છુ-૨ ડેમમાં બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળીશેરીમાં રહેતા સોની વેપારીએ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચપ્પલ, મોબાઇલ, પાકીટ અને સુસાઇટ નોટ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સોની વેપારી મનોજભાઈ ઉર્ફે લાલો જયંતીભાઈ રાણપરા જાતે સોની (૪૪)એ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં જમ્પલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચપ્પલ, મોબાઇલ, પાકીટ તેમજ સુસાઇટ નોટ મળી આવી હતી જેને પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે અને આ આપઘાતના બનાવ અંગેની પ્રિયાંકભાઈ હર્ષદભાઈ પારેખ જાતે સોની (૩૩) રહે. દરબારગઢ પાસે જૈન દેરાસરની સામે સંઘવી શેરી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણકારી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને આઠેક વર્ષ પહેલાં તે સોની કામ કરતા હતા તે સમયે સોનું ગાળવાની ગેસગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસગનને સળગાવતાની સાથે જ ભડકો થયો હતો અને તેને ગળાના ભાગે આગની વરાળ લાગી જતા ગળામાં તેઓને તકલીફ થઈ ગઈ હતી અને તે વ્યવસ્થિત સમજી શકાય તેવું બોલીશ શકતા ન હતા જેથી કરીને બીમારીથી કંટાળી જઈને તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News