મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો


SHARE







માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો

માળીયા મીયાણા તાલુકાના નવા અંજીયાસર ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતાએ તેના જમાઈ અને વેવાણની સામે દીકરીને મળવા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને માળિયા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જખરીયા પીર વિસ્તારમાં રહેતા આઈશાબેન અવેશભાઇ કટિયા જાતે મિયાણા (૪૦)એ હાલમાં તેના જમાઈ આસિફભાઇ ઉમરભાઈ મુલ્લા અને વેવાણ ઝરીનાબેન ઉમરભાઈ મુલ્લા રહે. બંને નવા અંજિયાસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી પરવીનબેન આસિફભાઇ મુલ્લા (૨૦) વાળીએ ગત તા. ૯/૩/૨૪ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો કેમકે તેની દીકરીને તેના પતિ અને સાસુ દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદીની દીકરીને તેના જમાઈ નશો કરીને અવારનવાર ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી તેની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હાલમાં મૃતક મહિલાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ અને સાસુની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નીતાબેન કનુભાઈ વાઘેલા (૨૨) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન રેવાભાઇ રાઠોડ (૧૯)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે






Latest News