મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં વિજયયાત્રામાં મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લગાવવાના કેસમાં કોર્ટે યુવતીની આગોતરા જામીન અરજી ફગાવી


SHARE











મોરબીમાં વિજયયાત્રામાં મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લગાવવાના કેસમાં કોર્ટે યુવતીની આગોતરા જામીન અરજી ફગાવી

મોરબીમાં ગત રામનવમીના દિવસે વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિજયયાત્રા મોરબીના નવા ડેલા રોડ ઉપર થઈને મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશાહ પીરની દરગાહ પાસેથી આગળ જઈ રહી હતી ત્યારે ત્યાં વિજય યાત્રામાં જોડાયેલ મહિલાઓ પૈકી અજાણી મહિલાઓએ ડીજેના સાઉન્ડમાં ભજન વાગતાં હતા તેને બંધ કરાવીને ત્યાં મોહમ્મદ પેગંબર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારીને વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારા લગાવવામાં આવ્યા હતા જે અંગેની ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં એક યુવતીએ મોરબીની કોર્ટમાં યુવતી દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધેલ છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીમાં રામનવમીએ નીકળેલ વિજયયાત્રા નવાડેલા રોડ ઉપરથી મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશા પીરની દરગાહ પાસે પહોચી હતી ત્યારે વિજયયાત્રામાં ડીજે સાઉન્ડ સિસ્ટમમાં ભજન વાગતા હતા તેને બંધ કરાવીને મહિલાઓ દ્વારા પોતાના હાથમાં માઇક લઈને મહંમદ પેંગમ્બર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારી વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારાઓ લગાવવામાં આવ્યા હતા તેમજ મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ અને બે અલગ અલગ કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી મોરબીમાં આઝાદ હોટલની સામે રહેતા ફારુકભાઈ આદમભાઈ અઘામ જાતે સંધિ (૪૯)એ અજાણી મહિલા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૧૫૩ (એ)૨૯૫ (એ) અને ૫૦૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે હતી તેવામાં મોરબીની કોર્ટમાં  જાકાસાણીયા આરતી નામની યુવતીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સામે મદદનીસ સરકારી વકીલ અને ફરિયાદીના વકીલ દ્વારા આગોતરા જામીન ન આપવા માટેની દલીલ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે યુવતીની આગોતરા જામીન માટેની અરજીને ફગાવી દીધેલ છે જેથી હવે પોલીસે દ્વારા આરોપીની ધરપકડ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે






Latest News