ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઇકને હડફેટે લઈને પત્રકારને માથા, કાન અને જમણા પડખામાં ઇજા કરનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં બાઇકને હડફેટે લઈને પત્રકારને માથા, કાન અને જમણા પડખામાં ઇજા કરનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં મયુર પુલ પાસેથી બાઈક લઈને યુવા પત્રકાર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કાર ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે પત્રકારને માથા, કાન અને જમણા પડખાના ભાગ ઇજા થયેલ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ હાલમાં પત્રકારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર વિદ્યાનગર સોસાયટીમાં રહેતા પત્રકાર વિપુલભાઈ સુરેશભાઈ ઉટવાડિયા જાતે પ્રજાપતિ (૩૬) પોતાનું ડિસ્કવર બાઇક લઈને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મયુર પુલ નજીક લખધીરસિંહજી પોલીસ ચોકી સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને બ્રેઝા કાર નંબર જીજે ૩૬ એલ ૬૯૨૫ ના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વિપુલભાઈ પ્રજાપતિને માથા, કાન અને જમણા પડખાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ ભોગ બનેલા વિપુલભાઈ પ્રજાપતિએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ ઉપર શાંતિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ૩૬ એબી ૪૪૭૩ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે બાઈક ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી ૧૪ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૨૮૦ ની કિંમતનો દારુ તથા ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કામ ફૂલ મળીને ૩૦,૨૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ બાબુભાઈ વડેચા જાતે કોળી (૨૭) રહે ટોળ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News