મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

માળિયા મીંયાણા નજીક હરીપર ગામ પાસે ટ્રકે બાઇકને હેડફેટ લેતા બાળકીનું મોત : માતા-પુત્ર સારવારમાં


SHARE











માળિયા મીંયાણા નજીક હરીપર ગામ પાસે ટ્રકે બાઇકને હેડફેટ લેતા બાળકીનું મોત : માતા-પુત્ર સારવારમાં

મોરબી જીલ્લાના માળીયા મીંયાણા વિસ્તારમાં આવેલ હરીપર ગામના રેલ્વે બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ગઈકાલ તા.૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકે ચાર સવારીમાં જઈ રહેલ બાઈકને હડફેટે લેતા સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે મૃતકની માતા અને ભાઈને ઇજાઓ પહોંચેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા માળિયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા માળીયા પોલીસ દ્વારા આ બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી જીલ્લાના માળીયા મીંયાણા ખાતે આવેલ કાજરડાના ભોળ વિસ્તારમાં રહેતા નિઝામભાઈ મોવર તેમના પત્ની નસીમબેન નિઝામભાઈ મોવર (૩૦), પુત્ર મોહમ્મદ અઝરૂદ્દીન નિઝામભાઈ મોવર (૧૧) અને પુત્રી નજમાબાનુ નિઝામભાઈ મોવર (૭) બાઇકમાં માળીયા મીંયાણા ખાતેથી નિઝામભાઈ મોવરનું સાસરિયું સુરજબારી નજીક હોય ઈદ કરવા માટે તેઓ ત્યાં જતા હતા.ત્યારે ગઈકાલ તા.૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ચાર સવારીમાં જતા બાઈકને કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે માળીયાના હરીપર ગામ નજીક આવેલ રેલ્વેના બ્રીજ પાસે હડફેટે લીધું હતું.આ અકસ્માત બનાવમાં બાઇકમાં સવાર ચાર પૈકીના નજમાબાનું નિઝામભાઈ મોવર નામની સાત વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી ડેડબોડીને પીએમ માટે મોરબી લાવવામાં આવ્યુ હતુ.જ્યારે મૃતકની માતા નસીમબેન નિઝામભાઈ મોવર અને ભાઈ મોહમ્મદ અઝરૂદ્દીનને ઇજાઓ થતા બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયાંથી બનાવ અંગે જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ માળીયા પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે માળિયા(મિં.) પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.જેથી માળીયા પોલીસ સ્ટેશનના ગીરીશભાઈ મારૂણીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં નિઝામભાઈના પત્ની નસીમબેન અને પુત્ર મોહમ્મદ અઝરુદ્દીનને ઇજાઓ પહોંચી હતી જ્યારે પુત્રી નજમાબાનું (ઉંમર ૭) નું મોત નીપજ્યું હતું.હાલ ફરિયાદ લેવા માટેની આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ઈશ્વરનગર ગામે રહેતા ધનજીભાઈ લક્ષ્મણભાઈ પટેલ નામના ૬૭ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઇકની આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરી હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ ની સામે આવેલ પ્રભાતનગર વિસ્તારમાં રહેતા આશિષભાઈ હીરજીભાઈ હડીયલને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.મોરબીના હળવદ રોડ ઉપરથી તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા આશિષભાઈ હડીયલને સારવાર માટે લાવવામાં આવેલા હોય બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News