મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને પી ગયેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE











ટંકારાના વીરપર ગામે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને પી ગયેલ યુવાન રાજકોટ સારવારમાં

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે રાતના સમયે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને પી લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો જયરાજ મનસુખભાઈ ચાવડા (૨૦) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં મિક્સ કરીને ગયો હતો અને ત્યારે તેને તેનો મોટો ભાઈ જયદીપ જોઈ જતા તાત્કાલિક આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જયરાજ છેલ્લા બે દિવસથી ઘરમાં ગુમસુમ રહેતો હતો અને તે ઓનલાઈન આવતી વસ્તુઓની ડીલેવરીનું ડીલીવરી બોય તરીકે ટંકારા તાલુકામાં કામ કરતો હતો જોકે, તેણે આ પગલુ કયા કારણોસર ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે

વૃદ્ધા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા માણેકબેન અંબારામભાઈ કાચરોલા (૬૫) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે અંજલિ પાર્ક પાસે આલાપ રોડ ઉપર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં માણેકબેનને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે

ફિનાઇલ પીધું
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં રહેતા મયુર ધીરુભાઈ દલસાણીયા (૩૭) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

માર માર્યો
મોરબી તાલુકાના શનાળા ગામ પાસે રહેતા રવિકુમાર સૈની (૫૭) નામના વૃદ્ધને શક્તિ સિમેન્ટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News