મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનો અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણદુષ્કર્મ અને પોકસો એકટ મુજબની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની દીકરીને લઈચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા અપહરણદુષ્કર્મ અને પોકસોની કલમો હેઠળ રવજી ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ ડાભી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં અપહરણદુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપી રવજી ઉર્ફે લાલો લખમણભાઇ ડાભી (૨૪) રહે. મકનસર તાલુકો મોરબી વાળાની મોરબી તાલુકા પીએસઆઇ એન.આર. મકવાણા અને રાઇટર સુરેશભાઈ દ્વારા ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી સગીરને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં ગયો હતો અને ત્યાં રોકાયા હતા તેવી માહિતી આરોપીએ આપેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં સામાકાંઠે સોઓરડીમાં રહેતા દિલીપ ઉર્ફે ટકો ઉભડ્યા (૨૨) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયાનગરના ગેઇટ પાસે રહેતા શીતલબેન કરણભાઈ વિઠલાપરા (૨૪) નામની મહિલાને ઘરે હતી ત્યારે ઘરે તેના પતિ અને સાસુ દ્વારા ઝઘડો કરીને માર માર્યો હતો જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.






Latest News