મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા બે વિસ્તારમાં મારામારી: ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબીના જુદાજુદા બે વિસ્તારમાં મારામારી: ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં

મોરબીના પાવન પાર્ક તથા વીસીપરામાં આવેલ આંબેડકરનગર સ્કૂલ પાસે મારામારીની બે ઘટના બની હતી જેમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંને બનાવની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને કરવામાં આવેલ છે

બનવાની મળતી માહિતી મુજબ મોરબીના પાવન પાર્કમાં રહેતા દીપક મનસુખભાઈ ચૌહાણ (૨૪) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મારામારીનો બીજો બનાવ મોરબીના વીસીપરા વિસ્તારમાં થાય હતો અને આંબેડકર નગર સ્કૂલ પાસે ભીમરાવનગરમાં રહેતા સંજય પ્રેમજી સાગઠીયા (૨૯) અને ભાનુ પ્રેમજીભાઈ સાગઠીયા (૫૦) નામના બે વ્યક્તિને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના આમરણ ગામ પાસે આવેલ ડાયમંડનગરમાં રહેતા કાંતિભાઈ છગનભાઈ કાસુન્દ્રા (૫૩) નામના આધેડ ગામમાંથી વાડી બાજુ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આર્મીના ટ્રકે તેને ઠોકર મારતા ઈજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં ત્રાજપર ખાતે રહેતા મુન્નાભાઈ દિલીપભાઈ ડેડાણીયા નામના વ્યક્તિ બાઈક લઈને ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેનું બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માત થયો હતો અને તેમાં મુન્નાભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસથી જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News