મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કુલ ખાતે ગ્લોબલ ફુટબોલ પ્રિમિયર લીગનું આયોજન


SHARE







મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કુલ ખાતે ગ્લોબલ ફુટબોલ પ્રિમિયર લીગનું આયોજન

ખેલો ભારતના સ્વપ્નને ધગધગતું રાખતા, પ્રગતિશીલ મોરબીના આંગણે સર્વપ્રથમ વખત ન્યુએરા ગ્લોબલ સ્કુલ દ્વારા આયોજિત ગ્લોબલ ફુટબોલ પ્રિમિયર લીગ કે જેમાં સૌરાષ્ટ્રની અલગ અલગ ૧૭ ટીમોએ ભાગ લીધેલો છે. બાળકોનું અદભૂત પ્રદર્શન જોઈને હર્ષોલ્લાસની લાગણી અનુભવતા ઉપસ્થિત વાલીગણ તેમજ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલ દેવેનભાઈ રબારી કે જેઓ મોરબી ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના પ્રમુખ છે હાજર રહ્યા હતા.બાળકોનો જુસ્સો, ઉત્સાહ તેમજ ફુટબોલ પ્રત્યેની એમની સમજ નિહાળીને સૌ ગર્વિત થયા હતા.આ તમામ બાળકોને આ સમગ્ર બે દિવસીય પ્રતિયોગિતામાં સજ્જ સગવડ આપતા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ્રી હાર્દિકભાઈ પાડલીયા તેમજ પૂજાબેન પાડલીયા તેમના સાથે જ એનઇજીએસ અને એનઇપીએસ ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કુલ અને મહર્ષિ ગુરૂકુળના પ્રિન્સીપાલ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ સમગ્ર સ્પર્ધાને એક અલગ જ ઉત્સાહ આપ્યો હતો.મોરબી આવી જ અવનવી હરિફાઈનું ભાગીદાર બને અને આમ જ બાળકોને દરેક રીતે પ્રોત્સાહન મળતું રહે તે માટે ન્યુએરા ગ્લોબલ સ્કુલ સતત પ્રયત્નશીલ રહેશે તેમ સંચાલક હાર્દિકભાઇ પાડલીયાએ જણાવ્યું હતુ.






Latest News