મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર: કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલીમ શિબિર યોજાઇ


SHARE







મોરબી જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર: કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલીમ શિબિર યોજાઇ

વડાપ્રધાન તથા રાજ્યપાલના અથાક પ્રયત્નોને કારણે ભારતમાં ગુજરાત રાજય પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહેલ છે. એજ રીતે ગુજરાતમાં મોરબી જિલ્લો અગ્રેસર બનવા તરફ આગળ વધી રહેલ છે. મોરબી જિલ્લામાં સામાજિક સંસ્થાઓ, સેવાભાવી ટ્સ્ટો, સામાજિક કાર્યકરો આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. આ જિલ્લો આર્થિક રીતે સધ્ધર હોવાથી આવી પ્રવૃત્તિઓને વેગ મળેલ છે.

મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તથા આવી ખેતી કરતા લોકોને પ્રોત્સાહન આપવા મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે મધુરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરાયેલ હતું આ શિબિરમાં ૬૦ તાલીમાર્થીઓને સમાવવાનું  આયોજન હતું, જેમાં રજિસ્ટ્રેશન ફરજીયાત હોવા છતા ખેડૂતોના ઉત્સાહને કારણે ૧૦૦ તાલીમાર્થી ઉપસ્થિત રહેલા હતા આ ઉપરાંત ૫૦ જેટલા ખેડૂતોને સવિનયના પાડીને ફરીથી બીજી તાલીમ યોજાય તેમાં સમાવેશ કરવા જણાવેલ છે આ શિબિરમાં તાલીમાર્થીઓને નિષ્ણાંતો દ્વારા નિશુલ્ક માર્ગદર્શન તથા સાહિત્ય આપવામાં આવેલ છે અને આત્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ, ભરત પરસાણા, પ્રાકૃતિક ખેતી નિષ્ણાંત દાજીભાઇ, ગીરગંગા ટ્રસ્ટ, એક્સલ ઇન્ડસ્ટ્રીઝ, કિસાનસંઘ વગેરેના નિષ્ણાંતોએ હાજર રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ. ગોંડલના ગૌશાળા સંચાલક શરદ ગજેરાએ પોતાની ગૌશાળામાં દેશી ગાયના છાણમાંથી બનાવેલ ધૂપબતીના પેકેટ આપી મહાનુભાવોનું સ્વાગત કરેલ. મધુરમ ફાઉન્ડેશન તરફથી તમામ તાલીમાર્થીઓને દેશી શાકભાજીના ૧૦ પ્રકારના બિયારણનું ફ્રી વિતરણ કરાયેલ હતું અને સ્થળ પર પ્રાકૃતિક કૃષિ તથા અન્ય ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતું અને બપોરના ૧.૩૦ સુધી ચાલેલ તાલીમમાં તાલીમાર્થીઓ રસપૂર્વક હાજર રહ્યા હતા અને તાલીમાર્થીઓમાં નિવૃત ખેતીવાડીનાં ઉચ્ચ અધિકારીઓ, આર.એફ.ઓ., ફોરેસ્ટરો, ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો વગેરે પણ સામેલ હતા. આ તાલીમનું વાતાવરણ દર્શાવતુ હતુ કે પ્રાકૃતિક ખેતી બાબતે લોકોમાં ખુબ જ જાગૃતિ આવેલ છે. લોકોએ મધુરમ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પ્રવૃતિની સરાહના કરેલ હતી અને કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્રાણજીવન કાલરિયાએ કરેલ હતું






Latest News