ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં પત્રકારના નામે ૧૦ જેટલી બોગસ અરજી !: શિક્ષકો જ શિક્ષકોના દુશમન ?


SHARE







મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં પત્રકારના નામે ૧૦ જેટલી બોગસ અરજી !: શિક્ષકો જ શિક્ષકોના દુશમન ?

જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક  પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ વિગતો અધિકારીને આપી હતી. અને આવનારા સમયમાં વાંકાનેર-મોરબી શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

હાલમાં પત્રકાર મહેબુબભાઈ હાલે જણાવ્યુ હતું કે પોતે પત્રકાર તેમજ આર.ટી.આઈ એકટીવીસ્ટ છે અને છેલ્લા ૩૨ વર્ષથી કામગીરી કરી રહ્યા છે અને ભષ્ટાચાર ખુલ્લો કરતા તેમને કેટલાક ગેરરીતી આચરનાર તત્વો સાથે મતભેદો થતા હોય છે. ગઈકાલે કેટલાક શિક્ષકોએ શિક્ષણ અધિકારીને મળીને પત્રકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ કરી હતી. અને વાસ્તવમાં જણાવેલા કોઈ પણ શિક્ષકને મહેબૂબભાઈ કયારેય મળ્યા જ નથી કે કયારેય ફોન પણ કર્યો નથી. તો પછી હેરાન કઈ રીતે કર્યા ગણાય? શું આરટીઆઈ માંગવી ગુનો છે? કયાંય કોઈ ગેરરીતિ આચરવામાં આવ્યાનું જણાય અને તે અંગે ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવો ગુનો છે? સહિતના સવાલ  મહેબૂબભાઈ હાલા શિક્ષણાધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉઠાવ્યા હતા.

મોરબી જીલ્લામાં ભ્રષ્ટ શિક્ષકો દ્વારા દશ જેટલી ફરીયાદોની અને આર.ટી.આઈ.ની વિગતો જાણવવામા આવેલ છે. તે બાબતે મહેબૂબભાઈ હાલાએ જણાવ્યું હતું કે આવી કોઈ અરજીઓ તેના દ્રારા કરવામા આવી નથી અને શિક્ષકોને તે ઓળખતા પણ નથી અને કોઈ સ્કુલે પોતે ગયા જ નથી જો આવી કોઈ અરજી થઈ હોય તો તેવી ફ્રોડ અરજી કરનાર શિક્ષક જે કોઈ પણ હોય તેની સામે યોગ્ય તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે . તેમજ વાંકાનેર તાલુકા શાળા- ૧ના આચાર્ય પિયુષ માનસેતા પાસે છેલ્લા એક વર્ષના હિસાબો બાબતે માહિતી અધિકારી હેઠળ અરજી કરેલ છે અને માહિતી માંગવી તે કોઈ ગુનો નથી






Latest News