ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતા વૃદ્ધા એસિડ પી જતાં સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના રવાપર ગામે રહેતા વૃદ્ધા એસિડ પી જતાં સારવાર દરમ્યાન મોત

મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોની પાર્કની પાછળના ભાગમાં કેશવ વ્યુ ખાતે રહેતા વૃદ્ધાએ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે બોની પાર્કની પાછળના ભાગમાં આવેલ કેશવ વ્યુ ખાતે રહેતા લાભુબેન દેવજીભાઈ મેંદપરા (૬૯) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં એસિડ પી લીધું હતું જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલ ખાતે લઈ જવા આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.વી. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા દાઉદભાઈ ઉંમરભાઈ મકવાણા (૬૪) નામના વૃદ્ધ વીસીપરા મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News