ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબી : તલવારબાજી ડિફેન્સ અને પોલીસ ભરતીની તાલીમ માટે કેમ્પ યોજાશે


SHARE







મોરબી : તલવારબાજી ડિફેન્સ અને પોલીસ ભરતીની તાલીમ માટે કેમ્પ યોજાશે

ગુજરાતભરમાં વસતા તમામ ક્ષત્રિય યુવાનો માટે કચ્છ રાજપુત કરણી સેના તથા ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠનના નેતૃત્વમાં ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ તલવાર બાજી ડિફેન્સની ટ્રેનિંગ સેન્ટર ખાતે તેમજ આવનારા દિવસોમાં આવી રહેલી ભરતીઓને ધ્યાનમાં લઇને તાલીમ કેમ્પનું આયોજન કરેલ છે. કોઈપણ ભાઈઓ પોલીસ, આર્મી, નેવી કોઈપણ પ્રકારની તૈયારી કરતા હોય તેમના માટે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.તેમાં પ્રવિણસિંહ ઝાલા (આર્મી ક્લાર્ક, ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન પ્રદેશ સંરક્ષક,જુના સાદુરકા) તથા શક્તિ ડિફેન્સ એકેડમીના ઉચ્ચ શિક્ષકો દ્વારા ટ્રેનિંગ અને લેખિતની તૈયારી કરાવવામાં આવશે.

કેમ્પ તા.૨૫-૧૦ થી તા.૧૦-૧૧ સુધી યોજાનાર છે. કેમ્પમાં આવતા ક્ષત્રિય યુવાનોએ રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. તે માટે યજુવેન્દ્રસિંહ જાડેજા (એક્સ આર્મી ,મંત્રી શ્રી કરછ જિલ્લા ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન ) મો. 94581 22358 અથવા રણજીતસિંહજી જાડેજા (ગજોડ-મુન્દ્રા તાલુકા પ્રમુખ શ્રી ગજકેશરી ફાઉંડેશન ક્ષત્રિય યુવા સંગઠન આશાપુરા સાડી) નો સંપર્ક કરવો.કેમ્પ શક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ (કચ્છ-ભુજ) ખાતે યોજાશે. તા.૨૧-૧૦ પછીથી કોઈપણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહિ અને વેહલા તે પેહલાના  ધોરણે એન્ટ્રી લેવામા આવશે.

પાટીદાર ધામ-મોરબી

હાલમાં પોલીસ ભરતી આવી રહેલ છે.જેમાં વધુમાં વધુ પાટીદાર દિકરા-દિકરીઓ ફોર્મ ભરે તે અંગે પ્લાનિંગ તથા જાગૃતી અભિયાન શરૂ કરાયેલ છે. જેમા સમાજ શ્રેષ્ઠીઓ, લેઉવા-કડવા પાટીદાર સમાજ અગ્રણી, કુંટુબ પ્રમુખ, સોસાયટી પ્રમુખ, કર્મચારી-અધિકારી તથા પાટીદાર સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ તથા પાટીદાર સક્રિય સભ્યોને મદદરૂપ થવા અપીલ કરાયેલ છે. પોલીસ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરવા માટે વૈદેહી પ્લાઝા, મહાબલી હનુમાન સામે, રવાપર ઘુનડા રોડ-મોરબીમાં મળવુ.હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે બોયઝ માટે જૂની પટેલ બોર્ડિંગ અને ગર્લ્સ માટે કન્યા છાત્રાલય ખાતે વ્યવસ્થા કરાઇ છે.પાટીદારધામ-મોરબી દ્રારા વધુ માહિતી માટે મો.70168 91549 અથવા મો.90160 92124 ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News