ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લાખો લોકોને રોજગારી આપતા સિરામિક-પેપર મિલ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સીએમને રજૂઆત


SHARE







મોરબીમાં લાખો લોકોને રોજગારી આપતા સિરામિક-પેપર મિલ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સીએમને રજૂઆત

મોરબી જીલ્લાના સિરામિક અને પેપર મિલ ઉદ્યોગમાં લાખો લોકોને રોજગારી મળી રહી છે જોકે, હાલમાં આ બંને ઉદ્યોગો હાલમાં મુશ્કેલીમાં છે કેમ કે, નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપનીએ વધારો કરેલ છે અને પેપર મિલમાં ઉપયોગમાં લેવામાં આવતો કોલસો હાલમાં ચાર ગણા ભાવ આપવા છતાં પણ મળી રહ્યો નથી ત્યારે આ બંને ઉદ્યોગને જીવનદાન આપવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે અને કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવેલ છે જો તેની અમલવારી કરવામાં આવે તો ઉદ્યોગને હાલમાં રાહત મળી શકે તેવી શક્યતા છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરી છે કે, હાલની પરિસ્થિતિ મુજબ મોરબી જીલ્લાના મોટા ભાગના ઉદ્યોગો મૃતપ્રાય અવસ્થામાં આવી ગયેલા છે. મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો આ ઉધોગ ભયકર મંદીનો સામનો કરી રહ્યો છે હાલ માં ૭૦% થી ૮૦% ફેકટરીઓ બંધ હાલતમાં છે.  આ ઉદ્યોગને એક્સપોર્ટનો જે સહારો હતો તે ટ્રાન્સપોર્ટ ના ભાડા વધારા અને કન્ટેનરના ભાડા વધારાના કારણે આંતરરાષ્ટ્રીય  લેવલે હરીફાઈમાં ઉભા નહિ રહી શકવાના કારણે હાલમાં ખુબ જ જુજ પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. જે પહેલા ૪૦% કરતા પણ વધારે હતું. આટલું ઓછું હોય ગુજરાત  ગેસ કંપની દ્વારા નેચર ગેસના ભાવમાં કમરતોળ  વધારો કરવાના કારણે હવે તો બિલકુલ એક્સપોર્ટ  થઇ શકશે નહિ તેવું ઉધોગકારો કહી રહ્યા છે. બીજો ભાવ વધારો કોલસાના ભાવમાં આવેલ છે. અને કોલસો તો પૂરતા પૈસાનો ભાવ આપવા છતાં જોઈએ એટલો મળતો  નથી જેના કારણે પણ આ ઉધોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.  તેવું પેપર ઉદ્યોગનું છે. તે પણ કોલસાના ભાવ વધારા અને શોર્ટેજના કારણે મુશ્કેલી ભોગવી રહ્યો છે.

જો આવું જ ચાલશે તો મોરબી જીલ્લાના અગત્યના મુખ્ય ઉધોગોને ખુબજ મોટું નુકશાન થશે. અને આ ઉદ્યોગો  ભાંગી પડશે ત્યારે સરકાર દ્વારા ઉધોગોને બચાવવા માટે સિરામિકમાં વપરાતા નેચરલ  ગેસનો ભાવ વધારો પાછો ખેચવો જોઈએ, ગેસ ઉપર જે જીએસટી લાગે છે તેટલો જીએસટી આ ઉધોગકરોને ભરવામાંથી માફી આપવામાં આવે, જે સિરામિક યુનિટો એક્સપોર્ટ કરે છે તેવા  યુનિટ જેટલો માલ એક્સપોર્ટ કરે તેટલા માલના બીલમાં લગતા બધા જ ટેક્ષ માફ કરવામાં આવે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં  ભારતનો માલ ચાઈના તેમજ અન્ય દેશના માલની સામે ભાવની પેરીટીએ ટકી શકે અને  એક્સપોર્ટમાં વધારો થશે, મોરબીના ઉધોગોને જુના ભાવે કોલસો આપવામાં આવે અને પુરતો જથ્થો સરળતાથી  ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરેલ છે જો આવું કરવામાં  નહિ આવે તો આ ઉધોગો બંધ થશે અને લાખો લોકોના રોજગાર ઉપર અસર થશે






Latest News