ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ બે લોકો સારવારમાં 


SHARE







મોરબીની રવાપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ બે લોકો સારવારમાં 

મોરબીની રવાપર ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં બે લોકોને ઈજા થતાં બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલાં ઘુનડા રોડ ઉપર સરદાર ઇન્દ્રપ્રસ્થની પાછળ રહેતા રમેશભાઈ બાબુભાઈ કલોલા (૪૫) અને ધ્રુવીબેન રમેશભાઈ કલોલા (૨૦) ને બાઈકમાં ડબલ સવારીમાં જતા સમયે રવાપર રોડ સ્વાગત ચોકડી નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી રમેશભાઈ અને ધ્રુવીબેનને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાયા હતા.હોસ્પિટલ ખાતે બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ અકસ્માત બનાવની નોંધ કરીને બનાવની આગળની તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઘવાયેલ મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસે કાર અકસ્માત થયો હતો.જેમાં ટ્રક ચાલકે પાછળના ભાગેથી કારને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ખાખરાળા ગામના મીનાબેન રાયધનભાઈ સિંધવ નામની ૪૫ વર્ષની મહિલાને ઇજાઓ પહોંચી હતી.જેથી માનાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાંથી યાદી આવતા મોરબી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ હતી.

ઘુંટુ ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા પ્રકાશ ચંદુભાઈ મકવાણા નામના ૧૯ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં પેશાબના ભાગે બટકું ભરી લેવામાં આવતા ઈજાઓ પહોંચી હતી.જેથી તે હાલતમાં તેને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.હોસ્પિટલ ખાતેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે આ બાબતે યાદી આવતાં તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા આ બનાવના કારણ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.તેમ તાલુકા પોલીસ સુત્રોએ માહીતી આપતા જણાવેલ છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના નાગડાવાસ ગામે વિજયનગર વિસ્તારમાં રહેતા અને દેવાભાઈ ડાંગરની વાડીએ મજૂરી કામ કરતા રઘુભાઈ રાજુભાઈ દેવરસીયા નામના ૨૦ વર્ષના મજૂર યુવાને વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે બેભાન હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ ત્યાંથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરાયેલ છે.






Latest News