મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સાથે 4.47 લાખની છેતરપિંડી કરનારા ત્રણેય આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: વધુ ત્રણની શોધખોળ


SHARE







મોરબીના યુવાન સાથે 4.47 લાખની છેતરપિંડી કરનારા ત્રણેય આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: વધુ ત્રણની શોધખોળ

મોરબીમાં રહેતા યુવાનને શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાની અને સારો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી અને તે યુવાન સાથે ,૪૭,૧૫૦ ની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં સાયબર કાઈમ પોલીસ સ્ટેશન પીઆઇ સહિતની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરેલ છે અને તે આરોપીઓની પૂછપરછમાં વધુ ત્રણ શખસોના નામ સામે આવ્યા હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

હાલમાં મળતી માહિતી મુજબ તા.૪/૧/૨૦૨૪ના રોજ કિશનભાઈ કાવર નામના ફરિયાદી યુવાનને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fapes.com લીંક મોકલી હતી અને વોટસએપ મેસેજ કરીને શેરબજારમાં રોકાણ કરવાની ટીપ્સ મોકલેલ હતી. જેથી યુવાને શેરબજારમાં રોકાણ કરવા માટે અને ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ ૪,૪૭,૧૫૦ ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું અને ત્યાર બાદ યુવાને તેને કરેલ રોકાણના પૈસા પાછા માંગ્યા હતા જો કેઆરોપીઓએ પૈસા પાછા ન આપીને યુવાનની સાથે છેતરપીડી કરીને વિશ્વાસઘાત કરેલ હતો જેથી મોરબી સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી કલમ ૪૦૬૪૧૯૪૨૦૧૨૦બી તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધાયેલ હતો

આ ગુન્હાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા સાયબર કાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસપીએસઆઈ બી.ડી.ભટ્ટયુ.એસ.બારોટ તથા સ્ટાફ દ્વારા આરોપી જગાભાઇ વહાભાઇ ભરવાડહરીશ ગોબરભાઇ ભરવાડ તથા ગણેશ ગગન થાપા રહે.બધા ફતેગંજવડોદરા વાળાઓની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ લીધા હતા.જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ આરોપીની પૂછપરછમાં તેની સાથે અન્ય ત્રણેક આરોપી આ ગુનામાં સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી છે જેથી કરીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News