ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના મહેંદ્રનગરમાં રહેતી પરિણીતાએ હળવદમાં રહેતા તેના પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ


SHARE







મોરબીના મહેંદ્રનગરમાં રહેતી પરિણીતાએ હળવદમાં રહેતા તેના પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

મોરબી નજીકના મહેંદ્રનગર ગામે રહેતી પરિણીતાએ હાલમાં હળવદમાં સરા રોડ ઉપર આવેલ વિશ્વાસ સોસાયટીમાં રહેતા તેના પતિ સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ અને સાસુ નાની નાની બાબત તેમજ ઘરકામ બાબતે ઝગડાઓ કરી ગાળો આપી મારકુટ કરતાં હતા અને શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા હતા જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબી નજીકના મહેંદ્રનગર ગામે રહેતા જસમતભાઇ ફુલતરીયાની દીકરી ભાવીકાબેને હળવદમાં સરા રોડ ઉપર આવેલ વિશ્વાસ સોસાયટીમાં રહેતા તેના પતિ સંદીપભાઇ ગણપતભાઇ ચાડમીયા, સાસુ કંચનબેન ગણપતભાઇ ચાડમીયા, મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા મામાજી સસરા કાનજીભાઇ ધનજીભાઇ કાલરીયા અને સોલડી ગામે રહેતી નણંદ સુમીતાબેન કૌશીકભાઇ કાસલોડીયા સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૪/૦૮/૨૦૨0 થી ૨૮/૦૪/૨૦૨૧ દરમ્યાન તેના પતિ અને સાસુ દ્વારા નાની નાની બાબત તેમજ ઘરકામ બાબતે ઝગડાઓ કરી ગાળો આપી મારકુટ કરી શારીરીક માનસીક દુખ ત્રાસ આપવામાં આવેલ હતો અને તેના મામાજી સસરા તેમજ નણંદ તેના પતિ અને સાસુનું ઉપરાણુ લઇ મેણાટોણા મારી ગાળો આપી હતી જે અંગેની તેને અગાઉ અરજી પોલીસને આપી હતી તેના આધારે હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક)૩૨૩, ૧૧૪, ૫૦૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News