મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE







વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા

વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧,૬૭૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી વાંકાનેર પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સમીરભાઈ ઈસ્માઈલભાઈ શેખ (૧૮), અલીઅસગરભાઈ ઉસ્માનભાઈ શેખ (૧૯), અજયભાઈ બાબુભાઈ નાકિયા (૨૦) અને ઇલ્યાસભાઈ અદ્રેમાનભાઈ રફાઈ (૨૮) રહે. બધા જ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧,૬૭૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂની ભઠ્ઠી

ટંકારા તાલુકાના વીરપર ગામે બાઘૂભાઈ રબારીના તબેલા સામે આવેલ વોકળામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૦ લિટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો, ગેસનો બાટલો, ગેસનો ચૂલો વિગેરે સામાન મળીને પોલીસે સ્થળ ઉપરથી આરોપી સુનિલભાઈ રાજુભાઈ ઉઘરેજા (૨૭) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News