મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજના કામમાં ૯ કરોડના ખર્ચે વધુ ચાર ગાળા મંજૂર


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજના કામમાં ૯ કરોડના ખર્ચે વધુ ચાર ગાળા મંજૂર

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં વધારાની સુવિધા માટે સરકારમાંથી વધુ ૯ કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલ છે તેવી માહિતી મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ છે

મોરબીના નેશનલ હાઇવેથી હળવદ રોડ પર આવતી મહેન્દ્રનગર ચોકડી પર બની રહેલા ફ્લાય ઓવરમાં જે તે વખતે વાહન વ્યવહાર માટે ૩૫ મીટરના ચાર ગાળા મંજૂર કરવામાં આવેલ હતા. જેતપર રોડ પર વધતા જતા ઔદ્યોગિકરણ અને ટ્રાફિકને ધ્યાનમાં લેતા વધારાના આવા ખુલ્લા અન્ય ચાર ગાળાની જરૂરિયાતને લક્ષમાં લેતા ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈએ સરકારમાં રજૂઆત કરેલ હતી અમે વાહન વ્યવહારની સરળતા માટે તથા પાર્કિંગ સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા ૩૫ મીટરના વધારાના ચાર ગાળા  બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે જેથી હવે ૩૫ મીટરના કુલ આઠ ગાળા ખુલ્લા રહેશે

આ માટે બનેલી નવી ડિઝાઈનના ફ્લાય ઓવરના ખર્ચમાં ૯ કરોડનો વધારાનો આર્થિક બોજ પડે છે અને આ કામ માર્ચ ૨૦૨૫ માં પૂર્ણ થશે, એટલા પૂરતી પ્રજાને હાલાકી પડશે. પરંતુ આવા ફ્લાય ઓવર વારંવાર બનતા નથી અને આવી સુવિધા પાછળથી ઉપલબ્ધ થઈ શકે નહીં, એટલે લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લેતા થોડા સમય માટે આ તકલીફ સહન કરવા મોરબીની જનતા પાસે ધારાસભ્ય કાંતિભાઈએ સહકાર માંગ્યો છે અને સરકારમાં જથ્થા વધારાની દરખાસ્ત મંજૂર થઈ આ કામ ચાલુ કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે






Latest News