મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ડો.વિરલભાઈ લહેરૂ ડોક્ટર બનવા છતાં પણ પોતાની પ્રાથમિક શાળાને નથી ભુલ્યા


SHARE







મોરબીના ડો.વિરલભાઈ લહેરૂ ડોક્ટર બનવા છતાં પણ પોતાની પ્રાથમિક શાળાને નથી ભુલ્યા
 
તત્કાલીન સ્વ.આચાર્યાં અને શાળાનું ઋણ ચુકવવા, શાળાના ભૂલકાઓ માટે યોજયો નીઃશુલ્ક કેમ્પ
 
આજે સમાજમાં અનેક અનેક ગરિમાપૂર્ણ પદ સુધી વિદ્યાર્થીઓને પહોંચાડનાર અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલી મોરબીની જાણીતી રાષ્ટ્રીય પ્રાથમીક શાળાના પૂર્વ વિદ્યાર્થી અને મોરબીના જાણીતા લહેરૂ ડાયેગનોસ્ટીકના સંચાલક ડો.વિરલભાઈ લહેરૂએ પોતાની પ્રાથમિક શાળાના તત્કાલીન આચાર્યા વાત્સલ્યમૂર્તિ સમાન વિદ્યાબેન મહેતા (મોટા બેન) ની ૯૫ મી જન્મતિથી નિમિત્તે ગુરૂ પ્રત્યેના ઋણને ચૂકવવા પોતે જે સ્કુલમાં ભણેલા તે રાષ્ટ્રીય શાળાના ભૂલકાઓ માટે નિઃશુલ્ક કેમ્પ યોજયો હતો અને શાળાના તમામ વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તેમજ હિમોગ્લોબીન ટેસ્ટ કરી આપીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કર્યાનો ભાવ વ્યક્ત કર્યો હતો.આ તકે તેઓ રાષ્ટ્રીય શાળાના સ્થાપક, સંચાલક વિદ્યા બહેનનું ઋણ ચૂકવવા બહુ વામણા પડે તેમ જણાવતા સાથો સાથ ઉમેર્યું હતુ કે, આંશિક વિદ્યાઋણ સ્મરણ કાજે આજના મંગલ દિવશે કરવામાં આવેલ આ નાનકડું કાર્ય અનેક માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે





Latest News