મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE







ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

ટંકારામાં ગત તા. ૧૦ થી ૧૨ સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી અનુસંધાને મોટી સંખ્યામા લોકો આવ્યા હતા અને ત્યારે ટંકારાના પીએસઆઈ એમ.જે. ધાંધલના મોબાઇલ નંબર ઉપર ગત તા .૧૩ ના રાતના ૧૧:૩૦ કલાકે શ્રુતીબેનનો ફોન આવેલ હતો અને તેમણે કહ્યું હતું કે, તેઓ સહ પરીવાર સાથે ગુડગાંવ (હરીયાણા) થી ટંકારા આવ્યા હતા અને કાર્યક્રમ પુર્ણ થયા બાદ ટંકારાથી નિકળી રાજકોટ રેલ્વે સ્ટેશને ગયેલ હોય ત્યાં તેઓ સાથે તેનો ભાઈ યતીશ આર્ય (૩૪) નો જે માનસીક અસ્થીર હોય જે હાથ છોડાવી જતો રહેલ હતો અને જેથી પીએસઆઈ અને તેની ટીમે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને યતીશ આર્ય રેલ્વે સ્ટેશનેથી મળી આવેલ હતો અને લેખીત ફરીયાદ કે ગુમ અરજી ન હોય જેથી તેને માનસીક અસ્થીર હોવાથી ટંકારા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને તેના પિતા જગદીશ શ્રીનાનકચંદ આર્યનો સંપર્ક કરી તેઓને અત્રે ટંકારા પોલીસ સ્ટેશન બોલાવેલ હતા અને ટંકારા પોલીસે આ માનસીક અસ્થીર યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું આ કામગીરી પીએસઆઈ એમ.જે. ધાધલ અને પી.એલ.શેડા તેમજ સ્ટાફના શાહિદભાઈ સીદીકી, સાલેમામદભાઇ હાજીભાઇ, અરૂણભાઈ પરમારએ કરી હતી






Latest News