મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરથી મોરબી આવતી ડેમુ રસ્તમાં બંધ થતાં મુસાફરો હેરાન: સવારે ડેમુ ન ઊપડતાં મુસાફરો રઝડયા


SHARE







વાંકાનેરથી મોરબી આવતી ડેમુ રસ્તમાં બંધ થતાં મુસાફરો હેરાન: સવારે ડેમુ ન ઊપડતાં મુસાફરો રઝડયા

વાંકાનેરથી મોરબી આવતી ડેમું ટ્રેન રાતે નજર બાગ રેલ્વે સ્ટેશન પાસે બંધ પડું હતી જેથી મુસાફરો હેરાન થયા હતા અને આજે સવારે મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન ઉપાડી ન હતી જેથી કરીને વાંકાનેર રેલ્વે સ્ટેશનેથી બીજી ટ્રેન જે મુસાફરોને પકડવાની હતી તે મુસાફરો રઝડી પડ્યા હતા

મોરબી વાંકાનેર વચ્ચે ડેમું ટ્રેન ચાલે છે જે ગમે ત્યારે મુસાફરોને હેરાન કરે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગઇકાલે રાતે વાંકાનેરથી ડેમું ટ્રેન મોરબી આવી રહી હતી ત્યારે નજર બાગ રેલ્વે સ્ટેશન પાસે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેથી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ટ્રેન ત્યાં રોકવામાં આવી હતી ત્યાર બાદ મોરબી સ્ટેશને ગાડી પહોચી હતી અને આજે સવારે મોરબીથી વાંકાનેર જતી ડેમુ સવારે ૬ વાગ્યે મોરબીથી વાંકાનેર જવા માટે ઉપાડી ન હતી જેથી કરીને વાંકાનેરથી લાંબા રૂટની બીજી ટ્રેન જે મુસાફરોને પકડવાની હતી તે મુસાફરો રઝળી પડયા હતા.






Latest News