મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેડિંગ પેઢીના સંચાલકો સાથે ૧.૩૧ કરોડની છેતરપિંડીના ગુનામાં સુરતના ભેજાબાજ શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં ટ્રેડિંગ પેઢીના સંચાલકો સાથે ૧.૩૧ કરોડની છેતરપિંડીના ગુનામાં સુરતના ભેજાબાજ શખ્સની ધરપકડ

મોરબીમાં પેપર ટ્રેડિંગનું કામ કરતી પેઢીના સંચાલક પાસે સુરતનો પેપર દલાલ બે શખ્સોને સાથે લઈને આવ્યો હતો અને આ શખ્સોએ જુદીજુદી પેપર મિલમાંથી ક્રાફ્ટ અને ડુપ્લેક્સ પેપરની એક કે બે નહીં પરંતુ ૩૬ ગાડી જેટલો માલ લીધો હતો અને ટ્રેડિંગ પેઢીના સંચાલકોને ૧.૩૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગંગાદર્શન એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૧૦૨ માં રહેતા દીપકભાઈ ગણેશભાઈ પાંચોટિયા જાતે પટેલે થોડા સમય પહેલા ૯/૪/૨૩ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિમેષભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર રહે, સુરત વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે વરૂડી એસ્ટેટમાં જીજે  36 ફ્લેકસો પ્રિન્ટિંગ નામની પેપર ટ્રેડિંગની ભાગીદારી પેઢી તેઓની આવેલ છે અને ત્યાં આરોપી અને તેની સાથે અન્ય બે શખ્સો આવ્યા હતા અને ત્યારે આરોપી નિમેષભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરે પોતે પેપર દલાલ છે તે રીતે પોતાની ઓળખ આપી હતી અને તેની સાથે આવેલા બંને શખ્સોને પેપરની ખરીદી કરવી છે તેવું જણાવ્યું હતું તેમજ સુરતના હજીરામાં આવેલ નિહારિકા કોરુંગેટેડ પેકેજીંગમાં તેઓ ૫૦ ટકાના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું જેથી કરીને માલની ખરીદી કરવા માટે આવેલા આ શખ્સોને મોરબીની આસપાસમાં આવેલ જુદી જુદી પેપર મીલમાં ક્રાફ્ટ અને ડુપ્લેક્સ પેપર બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના ભાવ તાલમાં તેઓને અનુકુળ આવતા નિમેષભાઈએ સુરતની અલગ અલગ પેકેજીંગ ફેક્ટરી માટે ક્રાફ્ટ પેપરની ખરીદી કરવા માટે જણાવ્યું હતું અને તેઓની નિહારિકા કોરોગેટેડ પેકેજીંગ તથા માતાદાર પેપર ટ્યુબ સુરતમાં માલ મોકલવા માટે થઈને કહ્યું હતુ

વધુમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ નિહારિકા કોરોગેટેડ પેકેજીંગ તથા માતાદાર પેપર ટ્યુબ સુરત ખાતે તેઓએ નિમેષભાઈના કહેવાથી કુલ મળીને પેપરની ૩૩ ગાડીઓ મોકલાવી હતી તેમજ નિમેષભાઈના કહેવાથી વાપીમાં આવેલ કે.કે. પેકેજીંગમાં વધુ ત્રણ ગાડીઓ મોકલાવી હતી આમ કુલ મળીને ૩૬ ગાડી પેપર આ શખ્સને આપવામાં આવ્યો હતો જેની સામે સમયાંતરે તેની તરફથી અમુક રકમ ચૂકવવામાં આવી હતી જોકે આ ૩૬ ગાડીઓનો માલ વેચ્યો તે પૈકી ૧,૩૧,૭૮,૦૭૭ રૂપિયા લેવાના બાકી હતા તેના માટે થઈને નિમેષભાઈને દિવાળી પહેલા ફોન કર્યો હતો ત્યારે તેણે બે પાંચ દિવસમાં પૈસા મોકલી દેવાનું કહ્યું હતું જોકે તેમના તરફથી પૈસાની ચુકવણી કરવામાં આવી ન હતી અને તેનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવતો હતો જેથી કરીને માતાદાર પેપર ટ્યુબ વાળા અશ્વિનભાઈ અને નિહારિકા કોરુંગેટેડ પેકેજ વાળા વિવેકભાઈને ફોન કરી તમામ હકીકત જણાવી પૈસાની માંગણી કરતા તેમણે જણાવ્યું હતું કે, તમારી પાસેથી અમોને પૂરી ક્રાફ્ટની ગાડીઓ મળેલ નથી અને નિમેષભાઈએ ગોટાળો કર્યો છે તેવું જણાવ્યું હતું અને સંતોષકારક જવાબ આપ્યો ન હતો ત્યારબાદ કે.કે. બ્રેકેજીંગ વાળા રણજીતભાઈ સાથે ફોન ઉપર વાત કરીને પૈસાની માગણી કરતા નિમેષભાઈએ મારે ત્યાં જોબ વર્ક માટે ત્રણ ગાડી ક્રાફ્ટ પેપર મોકલેલ હતો જે મેં જોબવર્ક કરીને તેઓને પરત આપી દીધેલ છે તેવો જવાબ આપ્યો હતો આમ ફરિયાદીની પેપર ટ્રેડિંગની પેઢી સાથે ૧,૩૧,૭૮,૦૭૭ ની છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપી નિમેષભાઈ ઉર્ફે નૈમેષ ઉર્ફે નરેન્દ્રભાઈ બળદેવભાઈ ઠક્કર (૪૩) રહે, જે-૨૦૨ ઓર્ચિડ વેંચૂરા અડાજણ સુરત વાળાની સુરત લાજપોર જેલ ખાતેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બગડા અને સ્ટાફના ફતેહસિંહ દ્વારા કબજો મેળવીને ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ આરોપીને પાછો સુરતની જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News