મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામે ઈશબગુલના પાકમાં દવાનો છંટકાવ કરાતા મોટું નુકશાન


SHARE







હળવદના ચાડધ્રા ગામે ઈશબગુલના પાકમાં દવાનો છંટકાવ કરાતા મોટું નુકશાન, ખેડૂતો મુંઝવણમાં મૂકાયા: વળતર ચૂકવવા માંગણી

હળવદ તાલુકામાં એગ્રો ધારકો દ્વારા ખેડૂતોને પાકમાં છંટકાવ કરવા માટે દવાઓ આપતા હોય છે અને જે દવાઓનો ખેડૂતો પોતાના પાકમાં છંટકાવ કરતા હોય છે. ત્યારે તાલુકાના ચાડધ્રા ગામે સુરેશભાઈએ ગત તા.5 ડિસેમ્બરના રોજ નીંદામણ નાશક દવા હળવદની એગ્રોમાંથી ખરીદી હતી જે દવા આ ખેડૂતે પોતાની વાડીમાં 10 વિઘાના ઈશબગુલના પાકમાં છંટકાવ કર્યો હતો.

પરંતુ નીંદામણ નાશક દવાની આડઅસર થતા ઈશબગુલ જીરૂ સુકાઈ ગયું હતું અને જેને લઈને ખેડૂતને આશરે 4 લાખથી વધુનું નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, હળવદ ખાતે આવેલી એગ્રોમાંથી માલણીયાદ, ચાડધ્રા, ઘાંટીલા, સરા સહિતના ગામોના ખેડૂતો દવા ખરીદી હતી અને બધા ખેડૂતોને આજ રીતે પાકોમાં નુકસાન થયું હતુ. જેને લઈને ખેડૂત સુરેશભાઈએ ગ્રાહક સુરક્ષામાં રજૂઆત પણ કરી છે.

હળવદ શહેરમાં એસબીઆઈ બેંક સામે આવેલી ગાંધી એગ્રોમાંથી આ નીંદામણ નાશક દવા ખરીદી હોવાનું ખેડૂતો દ્વારા બીલ રજૂ કરવામાં આવ્યુ હતું અને હાલ તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે અને વળતરની આશ લગાવી બેઠા છે. જોકે ખેડૂતોને કયા રોગમાં કઈ દવા ઉપયોગમાં લેવાય છે તેની જાણકારી ન હોવાથી એગ્રો ધારકો મનફાવે તેવી દવાઓ પધરાવી દેતા હોય છે. જેને લઈને પણ નુકસાન થતા હોવાના દાખલાઓ સામે આવ્યા છે.






Latest News