મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત


SHARE







મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત

હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામની યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી રજૂઆત મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને કરી છે. વધુમાં માહિતી આપતા સુરેશભાઈ શિરોહીયાએ જણાવ્યું છે કે, સમસ્ત કોળી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા અને સંત વેલનાથ બાપુએ તમામ વરણને નવી રાહ બતાવી છે ત્યારે સરકારની અનેક યોજના સંત રોહીદાસ, હરીશચંદ્ર તારામતી, વિરમેઘમાયા, કુંવરબાઈનું મામેરું જેવી યોજના અમલી છે તેવી જ રીતે સમાજ સુધારક ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામથી ગુજરાતમાં સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવે તેવી રાજ્યના કોળી ઠાકોર સમાજ વતી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News