મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કારખાના નજીક જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE







મોરબીના જાંબુડીયા પાસે કારખાના નજીક જુગાર રમતા ચાર જુગારી પકડાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં સીરામીક કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૨૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ પલ સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા રાજકુમાર ભરતકુમાર સિંગ જાતે બ્રાહ્મણ (૨૮), મંજેશકુમાર રામબિલાસ સિંગ જાતે બ્રાહ્મણ (૩૨), સંજયકુમાર રામનુગરહ સિંગ જાતે બ્રાહ્મણ (૪૩) અને કુંદનકુમાર પ્રમોદસિંગ સિંગ જાતે બ્રાહ્મણ (૩૮) રહે. બધા હાલ પલ કારખાનાની ઓરડીમાં જાંબુડીયા મોરબી મૂળ રહે. બિહાર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૨૫૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી શેરી નં-૧ માં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા સલીમભાઈ મુબારકભાઈ ચાનિયા જાતે સંધિ (૪૯) રહે. કબીર ટેકરી શેરી નં-૧ વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૭૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ દ્વારા દીપકભાઈ રહે. વાવડી રોડ મોરબી વાળા પાસે કપાત કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News