મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાભનગરની બાજુમાં મકાન પાછળથી દારૂની ૭૦ બોટલ સાથે એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના લાભનગરની બાજુમાં મકાન પાછળથી દારૂની ૭૦ બોટલ સાથે એક આરોપીની ધરપકડ

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરની બાજુમાં મંદિર સામે મકાનની પાછળના ભાગમાં આવેલ બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની ૭૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૮,૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર લાભનગરની બાજુમાં મંદિર સામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે કેશુભાઈ દેગામાના ઘરની પાછળના ભાગમાં બાવળની જાળીમાંથી દારૂની ૭૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૮,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કાળજે કર્યો હતો અને આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા જાતે કોળી (૨૮) રહે. વેજીટેબલ રોડ લાભનગરની બાજુમાં મંદિર સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News