મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમાલપર-૩ ગામે ગામતળની તપાસમાં ગયેલા સરપંચ,સભ્ય અને મંત્રીની મારી નાખવાની ધમકી


SHARE









વાંકાનેરના ધમાલપર-૩ ગામે ગામતળની તપાસમાં ગયેલા સરપંચ,સભ્ય અને મંત્રીની મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના ધમાલપર-૩ ગામે બસ સ્ટેશન પાછળના ભાગમાં ગામ તળ મંજૂર કરવામાં આવ્યું છે અને તે ગામતળની જગ્યા ઉપર દબાણ હોવાથી ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય અને તલાટી મંત્રી ત્યાં ગયા હતા ત્યારે દબાણ કરનારાઓ દ્વારા તેઓની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને તેઓને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સભ્ય દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ખાતે રહેતા અને ગ્રામ પંચાયતના સભ્ય રવિભાઈ મંગાભાઈ જીંજરિયા જાતે કોળી (૩૦) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યાસીનભાઈ મામદભાઈ દેકાવાડીયા અને ઇમરાનભાઈ રસુલભાઈ દેકાવાડિયા રહે. બંને ધમલપર-૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી તથા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી સહિતનાઓ ગામ તળ મંજૂર થયેલું છે તેની સ્થળ તપાસ કરવા માટે તેને ગયા હતા ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને “અમારા વાળા કે અમારા સાબુના કારખાનાને કંઈ પણ થયું કે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશો તો તમારા બધાના ભીંગડા ખેરવી નાખીશ અને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપીને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News