મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક ચાલુ ટ્રકે છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE







ટંકારાના મિતાણા નજીક ચાલુ ટ્રકે છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામના બ્રિજ પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યારથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના દોવડા તાલુકાના ધાણી ગટાઉ ફલોજ ખાતે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા રમણલાલ ભેરાભાઈ પરમાર જાતે અનુ જનજાતિ (૪૦) નામનો યુવાન પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૪ એક્સ ૫૯૭૮ લઈને ટંકારા રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસેના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મીતાણા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ આર.એન. કંજારિયા દ્વારા કરવામાં આવી રહી છે






Latest News