ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન કરવા મોરબી જિલ્લા વાસીઓને વહીવટી તંત્રની અપીલ


SHARE











મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન કરવા મોરબી જિલ્લા વાસીઓને વહીવટી તંત્રની અપીલ

રાજ્યમાં વિવિધ આપદાઓ સમયે ભોગ બનનારને સહાય આપવા તથા આકસ્મિક સમયે સમાજને ઉપયોગી થઇ શકે તેવા હેતુથી CM રિલીફ ફંડ હેઠળ હિતકારી કામગીરી કરવામાં આવી રહી છે. આ ફંડમાં જરૂરી ભંડોળ ઉભું થઈ શકે તે માટે જિલ્લામાં આવેલ વિવિધ ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ, NGO ને મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

મુખ્યમંત્રીના નામે મુખ્યમંત્રી રાહત ફંડની રચના સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા નીતિ નિયમો હેઠળ કરવામા આવી છે. આ ફંડ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના નામે રહે છે, જેનુ નિયંત્રણ અને વહીવટ નક્કી થયેલ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી રહે છે. આ ફંડનો ઉપયોગ ગુજરાત રાજ્યમાં તેમજ ગુજરાત રાજ્યની બહાર પણ કોઈપણ કુદરતી/માનવસર્જીત આફતોથી અસરગ્રસ્તોને રાહત આપવા માટે કરી શકાય છે. ઉપરાંત આ ફંડનો ઉપયોગ શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓને તેમજ કેન્સર, હાર્ટ સર્જરી તથા મુત્રપીંડના જેવા ગંભીર પ્રકારના રોગોમાં સમિતિની મંજુરીથી સહાય આપવામાં આવે છે. કોરોના દરમિયાન પણ આ ફંડમાંથી મોટા પ્રમાણમાં સહાય જાહેર કરવામાં આવી હતી.

આ ફંડ હેઠળ આપવામાં આવતુ અનુદાન ભારત સરકારના આયકર કાયદાની કલમ ૮૦-જી હેઠળ રીબેટને પાત્ર છે. અનુદાન આપનાર દાતાઓની સગવડતા માટે સરકારના ડીઝીટલાઈઝેશનના અભિગમને ધ્યાને લઈ ઓનલાઈન ડોનેશન સ્વિકારવા અને માટે એક ઓનલાઈન પોર્ટલ રાહત પોર્ટલપ્લેટફોર્મ તૈયાર કરવામા આવેલ છે. જેમાં ડેબીટ કાર્ડ/ક્રેડીટકાર્ડ, ઇન્ટરનેટ બેંકીગ. બેંકીગ, કોઈપણ યુપીઆઈ પ્લેટફોર્મ જેવી કે, ગુગલ પે, ફોન પે, પેટીએમ, વ્હોટસેપ પે, ભીમ યુપીઆઈ ક્યુ આર કોડ વગેરે એન.ઈ.એફ.ટી. અથવા એસ.બી.આઈ, બ્રાંચ પેમેન્ટ જેવા વિકલ્પો પૈકી કોઈ પણ વિકલ્પથી પેમેન્ટ કરી યુ.પી.આઈ. નેટ થી CM રીલીફ ફંડમાં ડોનેશન (દાન) કરી શકે છે.

ડોનેશન https://rahat.gujarat.gov.in/CMRF/Donation ઓનલાઈન લિંક ઉપર કોઈપણ વ્યક્તિ ભારત કે ભારત બહારથી પણ પોતાના મોબાઈલથી ઓટીપી જનરેટ કરી, પોતાનું નામ, સરનામું, પાનકાર્ડ નંબર અને ઈ-મેલ આઈ.ડી. જેવી પ્રાથમિક વિગતો ભરી સબમીટ કરી પે-ડોનેશન પર ક્લિક કરી ઓનલાઈન પેમેન્ટથી CM રીલીફ ફંડમાં ડોનેશન (દાન) કરી શકશે. પેમેન્ટ સકસેસફુલ થયે ઓટો જનરેટ ઈ-રીસીપ્ટ. ૮૦ જી સર્ટીફીકેટ(ડોનેશન સર્ટીફીકેટ) અને મુખ્યમંત્રીના દ્વારા આપવાના થતા અપ્રેસલ લેટર પણ તાત્કાલિક મોબાઈલ પર જ ક્યુઆર કોડ વાળી માન્ય પી.ડી.એફ.થી મળી જશે જેથી અનુદાન આપનાર ડોનર પોતાના ઈન્કમટેક્ષમાંથી રીબેટ સહેલાઈથી મેળવી શકશે.






Latest News