મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી અને હળવદ તાલુકમાં જુગારની બે રેડ: ૧૩ જુગારી ૩૧,૭૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબી અને હળવદ તાલુકમાં જુગારની બે રેડ: ૧૩ જુગારી ૩૧,૭૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કારખાના પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી તેવી જ રીતે હળવદમાં ભવાનીનગર ઢોરામાં આવેલ ત્રણ માળીયા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી આ બંને જુગારની રેડમાં કુલ મળીને ૧૩ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૧,૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં વાટેરો સીરામીક પાસે લાઈટના અજવાળે જુગાર રમતા હોવા અંગેની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મહેશકુમાર રઘુવીરપ્રસાદ નિશાદ (૩૨) રહે. સેલટોસ સીરામીક ઊંચી માંડલ, બ્રજેશ નન્હા અહિવાર (૨૬) રહે. વાટેરો સિરામિક મોરબી, સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિસાદ (૨૪) રહે. સેલટોસ સીરામીક ઊંચી માંડલ, રામનરેશ મુલચંદ નિસાદ (૨૯) રહે. વાટેરો સિરામિક મોરબી, રાજેશકુમાર શ્યામબિહારી યાદવ (૩૫) રહે. વાટેરો સિરામિક મોરબી, રાજકુમાર બિરેન્દ્ર નિસાદ (૩૦) રહે. વાટેરો સિરામિક મોરબી, શિવમ દાલચંદ નિસાદ (૨૫) રહે. સિલોરા સીરામીક ઊંચી માંડલ, ધર્મેન્દ્રકુમાર સંતોષકુમાર નિસાદ (૨૫ રહે. સેલટોસ સીરામીક ઊંચી માંડલ અને રવિકુમાર તેજાસાહ શાહ (૨૪) રહે. વાટેરો સિરામિક મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૨૪,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રહે છે

આવી જ રીતે હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરામાં ત્રણ માળિયા ખાતે નિશાબેન પ્રતાપભાઈ મકવાણાના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પથુદાન ગંભીર સિંહ મહેડુ જાતે ગઢવી (૩૦) રહે. વેગડવાવ, ઘનશ્યામભાઈ ઉર્ફે નવઘણભાઈ નથુભાઈ કલોતરા જાતે રબારી (૪૧) રહે. જુના પોલીસ સ્ટેશન સામે હળવદ, પ્રતાપભાઈ ગાંડુંભાઈ બાર જાતે રબારી (૪૨) રહે. જુના પોલીસ સ્ટેશન સામે હળવદ અને ગીરીશભાઈ કાનજીભાઈ પારેજીયા જાતે પટેલ (૪૫) રહે. હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૭,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામથી વગડીયા વાડી સીમમાં રતાભાઇ ભરવાડની વાડી પાસે કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મનસુખભાઈ ઉર્ફે ભગત ધરમશીભાઈ ધોરીયા જાતે કોળી (૪૬) અને રસિકભાઈ ધીરુભાઈ ધરજીયા જાતે કોળી (૩૪) રહે. બંને ગાંગીયાવદર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સોએ ચેતનભાઇ પ્રેમજીભાઈ કાણોતરા જાતે કોળી રહે. મોરથરા તાલુકો થાનગઢ વાળા પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News