મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાનના પર્વની ઉજવણી


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાનના પર્વની ઉજવણી

ઉચ્ચશિક્ષણમાં કોમર્સ ક્ષેત્રે મુઠેરી ઉંચી નામના ધરવતી મોરબી ની પી.જી.પટેલ કોલેજ દ્વારા છેલ્લા ૭ વર્ષોથી વિશેષ ઉજવણી કરવામાં આવે છેજેમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો મોરબીના અલગ અલગ પોઈન્ટ જેવાકે નવલખી ચોકડીઉમિયા સર્કલઅવની ચોકડીગેંડા સર્કલએસપી રોડગાંધી ચોકવાવડી રોડરાજપર ચોકડી તેમજ સામે કાઠે મહેન્દ્રનગર ચોકડી ,ઉમા ટાઉનશીપ છાત્રાલય રોડ વગેરે જેવા વિસ્તારોમાં ટીમ વર્ક દ્વારા માત્ર બે કલાક સવારે ૮ થી ૧૦ સેવાયજ્ઞ કરીને નિ:સહાય અને અનાથ બાળકો તેમજ ગંગા સ્વરૂપ બહેનોના લાભાર્થે દાન એકઠું કરે છે. આ વર્ષે પણ મોરબીની જાહેર જનતાના સાથ સહકારથી એક લાખથી વધુ રકમ એકત્રિત કરી હતી અને આ રકમનો ઉપયોગ કોલેજના વિધાર્થીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન નિ:સહાય અને અનાથ બાળકો તેમજ ગંગા સ્વરૂપ બહેનોના લાભાર્થે તેમજ જરૂરિયાતમંદોની સેવાર્થે કરવામાં આવશે. ઉપરોક્ત પ્રોજેકટમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.






Latest News