મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના વાડી વિસ્તારના પ્રશ્નો ઉકેલવા ધારાસભ્ય-સંસદસભ્યને રજુઆત


SHARE







મોરબીના વાડી વિસ્તારના પ્રશ્નો ઉકેલવા ધારાસભ્ય-સંસદસભ્યને રજુઆત

મોરબીના માધાપરવાડી સહિતની જુદા જુદા વાડી વિસ્તારના લોકો પોતાની માલિકીના ખેતરમાં વડીલ ઉપારજીત ખેતર વાડીમાં રહેણાંક મકાન બનાવતા હોય સિંગલ ફેઝ કનેક્શન લેવા માટે એક સર્વે નંબરના ૭-૧૨ અને ૮ માં જેટલા નામો આવતા હોય એ બધાની સહીઓ લેવી પડે છે જેમાંથી ઘણા બધા હયાત ન હોય અનેક લોકોના સોગંદનામા કરવા પડે છે જે ખુબજ મુશ્કેલ ભર્યું અને અશક્ય કામ હોય લોકો સિંગલ ફેઝ કનેક્શન મેળવી શકતા નથી એજ પ્રમાણે માધાપરવાડી વિસ્તારના લોકો પોતાની માલિકીના ખેતર વડીલોપારજીત જમીનમાં જ વસવાટ કરતાં હોય છે અને નાના મોટા વ્યવસાય માટે દુકાન, કારખાના,ગૃહ ઉદ્યોગ કરતા હોય છે,જેમાં થ્રિ ફેઝ ઇલેક્ટ્રિક કનેક્શનની જરૂર પડતી હોય છે પણ વાડી વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. દ્વારા થ્રિ ફેઝ વીજ કનેક્શન આપતા ન હોય લોકોને ખુબજ હાલાકી સહન કરવી પડતી હોય વાડી વિસ્તારમાં થ્રિ ફેઝ કનેક્શન મળે એ બાબતે તેમજ કેનાલ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ વિસ્તાર માટે કેનાલ પર રોડ બની રહ્યો છે એ રોડને ૭૦૦ થી ૮૦૦ મીટર લંબાવવામાં આવે તો મોટા ભાગનો વાડી વિસ્તાર કવર થઈ શકે તેમ છે જેથી લોકોને આવવા જવા માટેની મુશ્કેલીઓ નિવારી શકાય એ બાબતે યોગ્ય કરવા માટે વાડી વિસ્તાર રહીશોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદન અર્પણ કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં માધાપરવાડી ઓ.જી.વિસ્તારમાં આવેલ હતા






Latest News