મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીઓ માટે ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં ગોઠવાયો


SHARE







મોરબીમાં દીકરીઓ માટે ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં ગોઠવાયો

વર્તમાન સમયમાં બોર્ડની પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓએ સહુથી વધુ પ્રેસરમાં આવી જતાં હોય છે ત્યારે મોરબી કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા દીકરીઓને મોટીવેશન અને પ્રેરણા માટે તેના માટે તાજેતરમાં જ રીલીઝ થયેલ ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં રાખવામાં આવેલ છે અને તે ફિલ્મ જોવા માટે કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓ ઉપરાંત અન્ય શાળા કે પછી કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ પણ આવી શકે છે તેવું સંસ્થાના સંચાલકોએ જણાવ્યુ છે

મોરબીમાં કડવા પાટીદાર કન્યા છાત્રાલય દ્વારા વર્ષોથી હજારો દિકરીઓનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ થઈ રહ્યું છે ગઈકાલે છાત્રાલયમાં દેશભક્તિ સભર અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે એટલે કે તા. ૧૩/૩ ના રોજ છાત્રાલયમાં દિકરીઓ માટે સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ટેવલ્થ ફેઈલ ફિલ્મ ના ખાસ શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બારમાં ધોરણમાં નાપાસ થયેલ વિદ્યાર્થી નિરાશ હતાશ થયા વગર જીવનમાં ખુબ જ સંઘર્ષ કરી કાળી મજૂરી કરી આઇપીએસ થયેલ છે તે યુવાનની સ્ટોરી બતાવવામાં આવેલ છે આ ફિલ્મ જોવાથી દીકરીઓને ખુબ જ પ્રેરણા પ્રાપ્ત થશે. તો કન્યા છાત્રાલય સહિત અન્ય શાળા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને પણ આ ફિલ્મ નિઃશુલ્ક જોવા માટે ત્યાં આવી શકે તેના માટે સંસ્થાના સંચાલકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું કડવા પાટીદાર કેળવણી મંડળની યાદીમાં જણાવવામાં આવે છે.






Latest News