મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીનો બુટલેગર પાસા હેઠળ ભાવનગર જીલ્લા જેલ હવાલે


SHARE







મોરબીનો બુટલેગર પાસા હેઠળ ભાવનગર જીલ્લા જેલ હવાલે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા બુટલેગરનું પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને એલસીબીની ટીમે તાત્કાલિક આરોપીની ધરપકડ કરીને તેને હાલમાં ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવે છે અને જીલ્લા મેજિસ્ટ્રેટ તરફથી દેશીદારૂના ગુનાઓમાં સંડોવાયેલ અલીભાઇ મામદભાઇ પલેજા જાતે સંધી (૩૧) રહે. કાલીકા પ્લોટ, શેરી નં.-૩, જલાલચોક મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફે ધરપકડ કરી હતી અને તેને પકડીને પાસા એકટ હેઠળ ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

આરોપી પકડાયો

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ ની સૂચના મુજબ પીએસઆઈ એન.એચ.ચુડાસમા અને કે.એચ.ભોચીયા તેમજ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, વિક્રમભાઇ રાઠોડ અને બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, માળીયા મીયાણાના ચિતિંગના વર્ષ ૨૦૧૯ ના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો હાલે કચ્છ જિલ્લાના અંજાર ખાતે છે જેથી ત્યાં અંજાર ખાતેથી આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ (૪૨) રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળાની શિવ લોજીસ્ટ મેઘપર બોરીચી ખાતેથી તા.૧૨ ના રોજ ધરપકડ કરી હતી અને આરોપીને હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે






Latest News