મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

તસ્કરે ભારે કરી: વાંકાનેર નજીક દુકાનમા બાકોરું પાડીને ૧૦૦૦ કિલો સાબુની ચોરી !


SHARE







તસ્કરે ભારે કરી: વાંકાનેર નજીક દુકાનમા બાકોરું પાડીને ૧૦૦૦ કિલો સાબુની ચોરી !

વાંકાનેરના થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પ્લેક્સમાં આવેલ સાબુની દુકાનમાં બાકોર ઉપાડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી એક હજાર કિલો સાબુ તથા વજન કાંટો આમ કુલ મળીને ૩૪,૮૮૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારી યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના હસનપર (શક્તિપરા) ખાતે રહેતા અને થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલા કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા સુરેશભાઇ કાળુભાઈ રાઠોડ જાતે કાંગસિયા (૨૫) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલા કોમ્પલેક્ષમાં તેની દુકાન આવેલ છે તે દુકાનમાં બાકોરું પાડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી એક હજાર કિલો પીળો સાબુ જેની કિંમત ૧૮,૮૮૦ તથા ઇલેક્ટ્રીક કાંટો ૧૬,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૩૪,૮૮૦ ની કિંમતના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વેપારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News