મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને નશામુક્ત ભારત બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને નશામુક્ત ભારત બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બાળ કલ્યાણ પ્રવૃતી, ચાઈલ્ડ હેલ્પ લાઈન અને નશામુક્ત ભારત વગેરે વિષયો પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં પાલક માતાપિતા યોજના અને માનવ ગરીમા અંતર્ગત લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ વિવિધ મુદ્દા જેવા કે મહિના દરમિયાન કરવામાં આવેલ બાળ સંભાળ સંસ્થાનું નિરીક્ષણ, પાલક માતાપિતા સાથે મુલાકાત, રેલ્વે કમીટીનું ગઠન, વિશિષ્ટ પ્રવૃતી, તાલીમ કાર્યક્રમ વગેરે કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.  

દેશનો નાગરિક નશાથી દૂર રહે તે વાતની તકેદારી રાખી શાળા કક્ષાએથી જ નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શાળાની આસપાસ નશાજનક વસ્તુના  વેચાણ પર પ્રતિબંધ તેમજ મહિના દરમિયાન ૫૧ શાળામાં નશામુક્તિ કાર્યક્રમ અને સી.સી. ટીવી કેમેરાથી શાળામાં મોનેટરીંગ ઉપરાંત સ્લમ વિસ્તારમાં ૭ નશામુક્તિ કાર્યક્રમ સહિત પોલીસ દ્વારા ૨૨ જનજાગૃતી કાર્યક્રમ  કરવામાં આવ્યા હતા.  આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, અધિક જિલ્લા કલેક્ટર એસ.જે. ખાચર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News