મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીથી ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન દોડાવવા ડીઆરએમને રજૂઆત


SHARE







મોરબીથી ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન દોડાવવા ડીઆરએમને રજૂઆત

મોરબીથી સીધી લાંબા અંતરની કોઈ ડેઇલી ટ્રેન પસાર થતી ન હોવાથી હાલમાં ભાજપના આગેવાન દ્વારા ડીઆરએમને લેખિત રજૂઆત કરીને ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન વાયા મોરબી થઈને ચલાવવા માટે થઈને માંગણી કરેલ છે જો આ ટ્રેન શરૂ કરવામાં આવે તો મુસાફરોને મુસાફરીમાં અને ભાડામાં ઘણો ફાયદો થાય તેમ છે જેથી કરીને વહેલી તકે આ ટ્રેન શરૂ કરાવવા માટે થઈને માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેલ છે તે ઉપરાંત નાના-મોટા અનેક કારખાનાઓ અને ખેતીવાડીમાં રોજગારી મેળવવા માટે થઈને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અને બીજા રાજ્યોમાંથી અનેક શ્રમિકો મોરબી આવતા હોય છે જોકે તેઓને આવવા જવા માટે થઈને ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવી પડે તેના કારણે વધુ ભાડા ચૂકવવા પડે છે અને તેઓની સલામતીનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે જેથી કરીને ભુજ અમદાવાદ વાયા મોરબી થઈને ડેઇલી ટ્રેન શરૂ કરવા માટે હાલમાં મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા રેલવે સલાહકાર સમિતિના સભ્ય સુરેશભાઈ શિરોહીયા દ્વારા ડીઆરએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને મોરબીના લોકોને અમદાવાદ આવવા જવા માટે ડેઇલી ટ્રેનની સુવિધા મળે તે માટે થઈને ભુજ અમદાવાદ વાયા મોરબી ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેનના ભાડામાં ઘટાડો કરવામાં આવે તેમજ ગાંધીધામ કામખીયા ટ્રેન જે વિકલી ટ્રેન મોરબીમાંથી પસાર થાય છે તેને નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ ભુજ બાંદ્રા અઠવાડિયામાં બે દિવસ મોરબી થઈને ચલાવવામાં આવે તો મોરબીના લોકોને મુસાફરીમાં અને ભાડામાં મોટી રાહત થાય તેમ છે જેથી આ ટ્રેન વહેલા વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે જો કે, રેલ્વે આ રજૂઆતને કાયરે ધ્યાને લેશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News