મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી જામગરી બંદૂક સાથે એકની ધરપકડ


SHARE







માળીયા (મી) નજીકથી જામગરી બંદૂક સાથે એકની ધરપકડ

માળીયા (મી)થી જખરીયા વાંઢ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પવનચક્કીથી આગળના ભાગમાં એક શખ્સ મળી આવ્યો હતો જેને રોકીને એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

મોરબી જિલ્લા એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયા (મી)થી જખરીયા વાંઢ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પવનચક્કીથી આગળના ભાગમાં રોડ સાઈડમાં બાવળની કાટમાં એક શખ્સ મળી આવ્યો હતો જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી લાયસન્સ કે હથિયાર પરવાના વગર દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી રજાકભાઈ બાવલાભાઇ જામ જાતે મિયાણા (૩૩) રહે. જીંજુડા પ્લોટ વિસ્તાર ગરીબનગર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી છે અને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે

યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં વિરાટનગર પાસે આવેલ જીબોન સીરામીક કારખાનામાં રહેતા મુકેશ ભુરાભાઈ પારઘી (૨૪) નામના યુવાનને શ્વાસની બીમારી હતી અને તે ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News