મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ગોપાલ સોસાયટીમાંથી સિરામિક કારખાને જવાનું કહીને યુવાન ગુમ


SHARE







મોરબીની ગોપાલ સોસાયટીમાંથી સિરામિક કારખાને જવાનું કહીને યુવાન ગુમ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતો યુવાન પોતાના ઘરેથી સિરામિક કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે અને છેલ્લા ચાર દિવસથી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતા ગીતાબેન બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૫૧) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દિકરો જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૩૨) ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ગત તા. ૬/૧/૨૪ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તે પોતાના ઘરેથી ઊંચી માંડલ ગામે આવેલ મેગા સિરામિક કારખાને કામે જવાના બહાને નીકળ્યો હતો અને ત્યારબાદ આજ દિવસ સુધી તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને ગુમ થયેલા યુવાનની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે થઈને હાલમાં જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

યુવતી મળી આવી

મોરબી તાલુકાના આમરણ ડાયમંડ નગર નજીક રહેતા કરસનભાઈ ગોવિંદભાઈ ભીમાણી જાતે પટેલ (૫૫)ની દીકરી બિંદીયાબેન કરસનભાઈ ભીમાણી (૨૪) ગત તા ૧/૧/૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યેથી ઘરે કોઈને કશું જ કહ્યા વગર ગુમ થઈ ગઈ હતી જેથી યુવતીના પિતાએ ગુમસુધા ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને હાલમાં તે યુવતી હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને તે અંગેની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News