મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

પુણ્યાત્માની “પુણ્યસ્મૃતી “આરાધના મહોત્સવ” ની ટંકારા સ્થા જૈન સંધ તથા ચતુર્વિધ સંધ દ્વારા એક સપ્તાહ ભવ્યાતિભવ્ય ઉજવણી


SHARE











પુણ્યાત્માની “પુણ્યસ્મૃતી “આરાધના મહોત્સવ” ની ટંકારા સ્થા જૈન સંધ તથા ચતુર્વિધ સંધ દ્વારા એક સપ્તાહ ભવ્યાતિભવ્ય ઉજવણી

ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ટંકારા તથા મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જીવદયા તથા સર્વે સાધારણ મા માતબર રકમ એકત્ર થઇ બે મુમુક્ષુ દિક્ષાથીની વૈરાગ્ય ભાવનાને બિરદાવી બહુમાન કર્યુ.

શ્રી ટંકારા સ્થાનક વાસી જૈન સંધ તથા મહોત્ત્વના લાભાર્થી પરિવાર પ.પુ. માતૃશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા જૈન શાસનમાં ટંકારા જેનાથી ગૌરવવંતુ છે તેવા સાત - સાત સતિ રત્નો અને બે - બે સંતોના સંસ્કાર થી ધર્મ પ્રભાવની પુણ્યભુમીએ. ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે ગોંડલ સંઘાણી સંપ્રદાયના શ્રુતનિધિ પહાડી પ્રવચનકારક ૫.પુ.બા.બ્ર. સાધનાબાઇ મહાસતિજી વ્યાખ્યાન વાચસ્પતી બા.બ. રાજેશ્વરીબાઇ મહા. તથા હંસાબાઇ મહાસતિજી બા.બ્ર. નંદાબાઇ મહા, આદિઠાણા -૧૨  શ્રીસ્મૃતી પ્રસંગે પુણ્યોદય પ્રાપ્ત થતા પાવન પવિત્ર પુણ્યતિથિ નિમીતે પંચ દિવસિય તપ આરાધના ને પ્રાણવાન સુસંસ્કારી આરાધના માટે ટંકારા અપાસરા ખાતે લગાતાર એક સપ્તાહ  અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જય-વિજયના ગુરૂ માતા પ. પુ. મણીબાઈ મહાસતીજી એ ટંકારાની પવિત્ર ભુમી અને સુશ્રાવકો-શ્રાવિકાઓની ધર્મ ભાવના નિહાળી ટંકારા "રત્નોની ખાણ" જણાવ્યું હતું જેની ફલસ્વરૂપ આ તપોભૂમિ- વૈરાગ્ય ભુમી માથી રાષ્ટ્રસંત શ્રી સંતબાલજી અને શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના હિરલા વિરલા આપ્યા છે. જે ટંકારા ને ઝળહળતું અને ચેતનવંતુ કરી ગયા છે. એમ જણાવ્યું હતું. સાથોસાથ નાનુ પણ મોતીના દાણા જેવુ ટંકારા સંધ અને લાભાર્થી પરિવારના જડાવબેન મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવાર ની સ્વેત વસ્ત્ર સર્વે સંત સમાન ભાવનાની અઠળક અનુમોદના કરી હતી.

આ પ્રસંગે જીવદયા માટે 9 લાખ અને સર્વે સાધારણ માટે 11 લાખ જેટલી માતબર રકમ દાતાશ્રીઓ દ્વારા એકત્ર કરી હતી. તો સંધ ધ્વારા ભાવ દિક્ષાથી વૈશાલીબેન અને મુમુક્ષ જીમીતભાઈ ની વૈરાગ્ય અને ભક્તિ ને નમન કરી સર્વે સંધે બહુમાન કર્યુ હતું. ઉપરાંત સ્થા. સંધના રાજુભાઈ ગાંધી અને રમેશભાઈ ગાંધી એ આમંત્રિત નું સ્વાગત કરી મહોત્સવ ને મહેકતો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આરાધના દરમિયાન 99 આયંબિલ 54 સંપુર્ણ ઉપવાસ તપ કરેલ જેમનું સંધ તથા મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવારે બહુમાન અને અનુમોદના કરી હતી. તેમજ બેલાણી પરીવાર રાજકોટ દ્વારા ગૌચરી રૂપી એક નકરો આપી લાભ લિધો હતો જ્યારે સંધ પ્રભાવના રૂપે લેપટોપ બેગ અને મિઠાઈ નુ પેકેટ આપી શ્રાવકોની ભાવના બિરદાવી હતી.




Latest News