હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓને કીચન ગાર્ડન, કેનીંગ અને અર્બન હોર્ટીરલ્ચર અંગે માહિતગાર કરાઇ


SHARE











મોરબીમાં મહિલાઓને કીચન ગાર્ડન, કેનીંગ અને અર્બન હોર્ટીરલ્ચર અંગે માહિતગાર કરાઇ

રાજયભરમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટતરીકેની તાલીમ આપવાની નવી યોજનાના તાલીમ વર્ગો નાયબ બાગાયત નિયામની ક્ચેરી મોરબી અને કે.વી.કે., મોરબીના સંયુક્ત ઉપક્ર્મે આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીની કડવા પટેલ મહિલા કોલેજ ખાતે અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટઅંગેની એક દિવસીય તાલીમનું આયોજન જિલ્લા નાયબ બાગાયત નિયામક એન. એમ. કામરીયા, મોરબી બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા, હળવદ બાગાયત અધિકારી ડી.જી. પ્રજાપતિ, મોરબી બાગાયત મદદનિશ વી.એન. પરસાણા તેમજ મોરબી કે.વી.કે. ના વિષય નિષ્ણાંત શ્રીમતિ એચ.એચ. પડસુમીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા કોલેજના પ્રોફેસર દક્ષાબેન પટેલ, મોનીકાબેન પટેલ અને વનીતાબેન કગથરા હાજર રહ્યા હતા. આ તાલીમમાં કિચન ગાર્ડનીંગ, કેનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમા મુખ્યત્વે કિચન ગાર્ડન અને તેનુ મહત્વ તથા તેમાં વપરાતા બાગાયતી યંત્રો, ટેરેસ ગાર્ડન અને ઇન્ડોર ગાર્ડનનું મહત્વ, ફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ તથા બાગાયતી પાકની હાલની સ્થિતિ અને કિચન ગાર્ડનમાં આવતા મુખ્ય રોગ અને જીવાતો અને તેનુ નિયંત્રણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ કિચન ગાર્ડનમાં થઇ શકે તેવા બિયારણ કિટનું પણ વિતરણ કરવામાં આવેલ, જેમા ૬૫ થી વધુ મહિલાઓ એ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી મોરબીની યાદીમા જણાવાયું છે.






Latest News