મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની મેમણ શેરી પાસે ક્રિકેટ  સટ્ટો રમતા બે ઝડપાયા, એકની શોધખોળ


SHARE











મોરબીની મેમણ શેરી પાસે ક્રિકેટ  સટ્ટો રમતા બે ઝડપાયા, એકની શોધખોળ

મોરબી કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરીને બે શખ્સોને ૭૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં આઇપીએલની ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબી કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે નદિમ અબુભાઇ સેતા જાતે કાજી (ઉ.૪૧) રહે ખાટકી વાસ ફુલગલી અને યાસીનભાઇ રજાકભાઇ બકાલી જાતે મેમણ (ઉ.૩૩) રહે કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસે વાળા ક્રિકેટ માઝા-૧૧ એપ્લીકેશનમા લાઇવ મેચ જોઈને ચેન્નેઇ સુપર કિંગ અને પંજાબ કિંગ્સની આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર આરોપી એજાજ ઉર્ફે દેદો મતવા રહે કાલીકા પ્લોટ જલાલ ચોક વાળા પાસે રનફેરનો જુગાર રમી રહ્યા હતા જેથી પોલીસે ૧૬૫૦ રોકડા અને બે મોબાઇલ મળીને હાલમાં ૭૧૫૦ નો મુદામાલ કબજે કર્યો અને આરોપી એજાજ ઉર્ફે દેદો મતવાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News