વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો


SHARE







મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે નજીવી વાતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા ચાર સામે ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઈ પરમાર જાતે રાવળદેવ (૨૯) નામના યુવાને ત્યાં જ રહેતા સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે "તમે આ બાજુ કેમ જાજરૂ જવા માટે આવો છો..?" તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના પાડતાં તેમના ઉપર તથા સુરેશ ધના પરમાર અને ઘનશ્યામ ધનજી પરમાર એમ ફરીયાદી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેયને ઢીકીપાટુનો માર મારવામાં આવ્યો હતો તે દરમ્યાન સુનિલે કુંવરજીભાઇના માથાના ભાગે છરી ઝીંકી દીધી હોય ત્રણેયને સારવારમાં લઇ જવાયા હતા. સામાપક્ષના કિશોર બાબુ રાવળદેવ (૩૫), બાબૂ પરશુરામ પરમાર અને મોંઘીબેન આનંદભાઇ ગોહેલ (૨૫) ને પણ સારવારમાં લઇ જવાયા હતા. હાલ કુંવરજીભાઇ પરમારની ફરીયાદ ઉપરથી સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધીને તાલુકા પાલીસ મથકના જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ લુંણસર ગામના રહેવાસી નાગજીભાઈ કાનાભાઈ ધ્રાંગીયા નામના ૪૯ વર્ષીય આધેડ કામ સબબ મોરબી આવ્યા હતા અને મોરબીથી પરત પોતાના ગામ લુણસર જતા હતા ત્યારે રસ્તામાં જોધપર નદી ગામ પાસે તેમના બાઈકની આડે અચાનક કૂતરૂ આડું ઉતર્યુ હતું જેથી બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં નાગજીભાઇને ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયા હતા.




Latest News