મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે મકાનમાંથી ૪૭ બોટલ દારૂ- ૧૪૪ બિયરના ટીન સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE







હળવદના માથક ગામે મકાનમાંથી ૪૭ બોટલ દારૂ- ૧૪૪ બિયરના ટીન સાથે એક પકડાયો: એકની શોધખોળ

હળવદ તાલુકાના માથક ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૪૭ બોટલ દારૂ અને ૧૪૪ બિયરના ટીન મળ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી હતી અને એક શખ્સને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મથક ગામે રહેતા રાજુભાઈ રણછોડભાઈ સડાણીયા જાતે કોળીના ઘરની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૪૭ બોટલ દારૂ અને બિયરના ૧૪૪ ટીન મળ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૮૫૦૦ નો મુદ્દામાલ કબજે કરીને રાજુભાઈ રણછોડભાઈ સડાણીયા (૨૧)ની ધરપકડ કરેલ છે અને મયુર ઉર્ફે મયો અશોકભાઈ બોરાણીયા જાતે કોળી રહે, માથક વાળાનું નામ સામે આવ્યું છે માટે તેને પકડવા પોલીસે તજવીજ શરૃ કરી છે. હાલમાં આ બનાવમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીની તેમજ મુદામાલ ત્યાં સોંપવામાં આવે છે




Latest News