ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટના : દુર્ઘટના માટે પુલ પરના લોકો પણ જવાબદાર! જયસુખ પટેલ


SHARE







મોરબી પુલ દુર્ઘટના : દુર્ઘટના માટે પુલ પરના લોકો પણ જવાબદાર! જયસુખ પટેલ

આ બેદરકારી પૂર્વક ડ્રાઈવીંગ કરવા જેવો જ કેસ છે: બચાવ

ઓરેવાના MD વતી હાઈકોર્ટમાં દલીલ : લોકોએ પુલને ઝુલાવવા-હચમચાવવાનું શરૂ કરતા દુર્ઘટના સર્જાઈ : જામીન માટેની અપીલ પર દલીલો

અમદાવાદ: મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં હવે આ પુલના રીપેરીંગ તથા જાળવણી અને સંચાલન માટે જવાબદાર સૌરાષ્ટ્રના જ પ્રખ્યાત ઓરેવા ગ્રુપ વતી એવી દલીલ થઈ હતી કે પુલ દુર્ઘટના માટે જે તે સમયે પુલ પરના લોકો પણ જવાબદાર છે.

ઓરેવાના એમડી જયસુખ પટેલ હાલ આ કેસમાં જેલમાં છે. તેઓની જામીન અરજી પર છેક સુપ્રીમ સુધી સફળતા મળી નથી. તેઓ વતી તેમના ધારાશાસ્ત્રીએ રજુ કરેલી દલીલમાં જણાવ્યું કે આ દુર્ઘટના અને તેમાં જે જાનહાની થઈ તેના પર તમો ખૂબજ દિલગીરી અને ગ્લાની અનુભવે છે અને આ દુર્ઘટનામાં તેઓ પણ ખૂબજ વ્યથિત બન્યા છે પણ આ દુર્ઘટના માટે લોકો પણ જવાબદાર છે. જેઓએ પુલને ખૂબજ બેદરકારી દાખવીને સતત ઝુલાવ્યો હતો.

તેમના ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટીએ જણાવ્યું કે, આ દુર્ઘટના પુરી જવાબદારી ઓરેવા પર જ નાખવામાં આવી રહી છે પણ તેવું નથી. તેમના પર વધુમાં વધુ બેકાળજી રાખવાનો આરોપ મુકી શકાય પરંતુ જયાં સુધી ટ્રાયલ પુરી થાય નહી ત્યાં સુધી જયસુખ પટેલને જેલમાં બંધ રાખી શકાય નહી. ઉપરાંત તેમની સામેના કેસમાં તેઓને આજીવન કારાવાસ કે મૃત્યુદંડ થઈ શકે તેવી કલમો પણ નથી તે સમયે તેમને જેલમાં રાખવાથી કોઈ લાભ નહી થાય.

તેઓએ દલીલ કરી કે દિપાવલીમાં લોકોને પુલ પર ભારે ધસારો થયો તો ચાર્જશીટમાં દર્શાવ્યા મુજબ પુલ પર તે સમયે 200-300 લોકો હતા. તે સમયે જયસુખભાઈ હાજર ન હતા પણ ટિકીટ આપનાર તેમના સ્ટાફે કોઈપણ રીતે લોકોનો ધસારો નિહાળીને વધુ ટિકીટ વેચી નાખી જે પુલની ક્ષમતા કરતા વધુ હતા અને તેમાં અનેકે પુલને હચમચાવવાનું અને ઝુલાવવાનું શરૂ કર્યુ તેથી પુલ તૂટી પડયો અને તેથી પુલ દુર્ઘટનામાં તે એક ફેકટર પણ છે.

આ પ્રકારના કૃત્યને મોટર એકસીડેન્ટ કલેમમાં બેકાળજી જેવું ગણી શકાય. જો કે પિડિતો વતી રજૂ થયેલા ધારાશાસ્ત્રી રાહુલ શર્માએ આ દલીલો સામે જવાબ આપતા કહ્યું કે જયસુખ પટેલને પુલના નબળા કામ અંગે જાણતા હતા.

2018માં તેઓએ જ મોરબી નગરપાલીકાને પત્ર લખીને પુલ ઉપયોગમાં લઈ શકાય તેવો નથી તેવું જણાવ્યું હતું છતાં પણ રીપેરીંગના નામે કલર તથા વેલ્ડીંગ કરીને તેને નબળો રહેવા દીધો






Latest News